Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત
એન્જિન મોટું પણ પાવર ઓછોઃ નવી Splendor i Smartમાં હવે મોટું 113.2સીસીનું એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 9.0 PSનો પાવર આપે છે, જ્યારે જૂના મોડલનું 109.15 ccનું એન્જિન 9.4 PSનો પાવર આપે છે. એટલે કે આ વખતે એન્જિન મોટું જરૂર છે પરંતુ ઓછો પાવર આપે છે. ઉપરાંત ટોર્ક પણ ઓછો છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરથી લેસ છે. તેમ છતાં BS-6 નોર્મ્સને અનુકૂળ છે. એટલું જ નહીં એન્જિન ફ્યૂલ ઈન્જેક્શન ટેકનોલોજીથી લેસ છે, જેની મદદથી ફ્યૂલની બચત થાય છે અને માઇલેજમાં વધારો થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંફર્ટ અને સ્ટેબલ રાઇડઃ નવી Splendor iSmartમાં ડાયમંડ ચેસિસ આપવામાં આવી છે, જેની મદદથી દરેક પ્રકારના રસ્તા પર સરળતાથી ચલાવી શકાય છે. તેમાં +15 mmનું ફ્રન્ટ સસ્પેંશન, 180mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને +36 mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે. નવી બાઇકને જયપુરના સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજીમાં ડેવલપ કરવામાં આવી છે. આ તમામ બદલાવથી ચાલકને બાઇકમાં કંફર્ટ અને સ્ટેબલ રાઇડ મળે છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
ફીચર્સઃ જો તમારી બાઇક સિગ્નલ પર રોકાશે તો થોડી સેંકડો બાદ એન્જિન આપમેળે બંધ થઈ જશે અને જેવી ગ્રીન સિગ્નલ થશે અને ક્લચ દબાવીને બાઇકને સ્ટાર્ટ કરી શકાય છે. જે લોકો રેડ સિગ્નલ પર એન્જિન બંધ નથી કરતાં તેમને આ ફીચર્સ ઘણું કામનું સાબિત થશે.
કિંમતઃ નવી Splendor i Smartની એક્સ શો રૂમ કિંમત 64,900 રૂપિયા છે. આ 110cc એન્જિનવાળી બાઈક છે, જ્યારે આ કિંમતમાં 125 સીસી એન્જિનવાળી બાઇક બજારમાં મળે છે. એટલું જ નહીં બાઇકની કિંમત પણ જૂના મોડલની તુલનામાં 7470 રૂપિયા વધારે છે.
નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પે ભારતની પ્રથમ BS-6 કમ્પલાઇંટ વાળી બાઇક Splendor i Smartને લોન્ચ કરી છે. આ નવી બાઇકમાં પહેલાથી મોટું એન્જિન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં તેમાં start-stop ટેકનોલોજી પણ મળશે.
ડિઝાઇનઃ કંપનીએ નવી સ્પ્લેંડર આઈ સ્માર્ટની ડિઝાઇનમાં ખાસ બદલાવ કર્યો નથી પરંતુ તેમાં હવે નવા ડ્યૂલ ટોન બોડી ગ્રાફિક્સને સામેલ કરવામાં આવ્યા છે. જે બાદ હવે બાઇક વધારે આકર્ષક લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -