નવી દિલ્હીઃ અનલોક-1માં પણ લોકોના ડેટાનો વપરાશ વધ્યો છે. હાલ કેટલીક કંપનીઓ વધારે દિવસોની વેલિડિટી તથા ડેટા આપી રહી છે. આજે અમે તમને એરટેલ, જિયો અને વોડાફોનના કેટલાક ખાસ પ્લાન અંગે જણાવી રહ્યા છીએ.
Airtelનો પ્રી-પેડ પ્લાન
એરટેલના 84 દિવસની વેલિડિટીવાળા પ્લાનની કિંમત 598 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને રોજનો 2 જીબી ડેટા મળે છે. એટલું જ નહીં આ પ્લોનમાં દરરોજ 100 એસએમએસ ફ્રી મળી રહ્યા છે. કોલિંગની વાત કરવામાં આવે તો એરટેલના આ પ્લાનમાં દેશમાં કોઈ પણ નંબર પર અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળી રહી છે.
Jioનો પ્રી પેડ પ્લાન
Jioના 599 રૂપિયાના પ્લાનમાં રોજનો 2જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકો માટે આ પ્લાનમાં Jio નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળે છે. આ ઉપરાંત પ્લાનમાં રોજના 100 ફ્રી એસએમએસ પણ મળે છે. Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રીપ્શન પણ મળે છે.
Vodafoneનો પ્રી પેડ પ્લાન
84 દિવસની વેલિડિટી સાથે Vodafoneના આ ખાસ પ્લાન માર્કેટમાં 699 રૂપિયાની કિંમત સાથે ઉપલબ્ધ છે. વોડાફોને આ પ્લાનને ડબલ ડેટા ઓફર નામ આપ્યુ છે. આ પ્લાન મુજબ વોડાફોનના પ્રીપેડ ગ્રાહકો 2 + 2 એટલેકે 4 GB ડેટા રોજ મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર વાત કરવા અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ ફ્રી મળશે. આ પ્લાનની સાથે જી5નું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રીમાં મળી રહ્યું છે.
84 દિવસની વેલિડિટી સાથે આવતા આ તમા પ્લાન્સ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.