નવી દિલ્હીઃ જો તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોવ અને રોજના 2 જીબી ડેટાની જરૂર પડે તો અમે અહીંયા Jio, Airtel, Vodafoneના કેટલાક ખાસ પ્લાન્સ અંગે જણાવી રહ્યા છીએ. આ પ્લાન્સની વેલિડિટી 84 દિવસની છે.


Jioનો 399 રૂપિયાનો પ્લાન

Jioના 399 રૂપિયાના પ્લાનમાં રોજનો 2જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. રોજના 2જીબી ડેટાના હિસાબે પ્લાન્સના પૂરા પેકમાં 168 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત જિયો ટૂ જિયો અનલિમિટેડ અને જિયોથી બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 1000 મિનિટ મળે છે. ઉપરાંત રોજના 100 એસએમએસ પણ ફ્રી મળે છે. આ પ્લાનની સાથે જિયો એપ્સનું સબસ્ક્રિપ્સન ફ્રી મળે છે.

Airtel 698 રૂપિયાનો પ્લાન

એરટેલના 698 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને રોજનો 2જીબી ડેટે મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. પ્લાન્સના હિસાબે તમને 168 જીબી ડેટા મળે છે.  આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સની સુવિધા ફ્રી છે. આ સિવાય રોજના 100 એસએમએસ ફ્રી મળે છે.

Vodafoneનો 699 રૂપિયાનો પ્લાન

Vodafoneના 699 રૂપિયાના આ પ્રીપેડ પ્લાનમાં રોજનો 2જીબી ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. પ્લાન્સમાં કુલ 168 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા છે, સાથે 100 એસએમએસ ફ્રી મળે છે. આ પ્લાનની સાથે 499 રૂપિયાની કિંમતનું વોડાફોન પ્લે અને 999 રૂપિયાની કિંમતનું ZEE5 સબ્સ્ક્રીપ્સન પણ ફ્રીમાં મળે છે.