LIC Saral Pension Yojana: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા રોકાણકારો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવતી રહે છે. જો તમે 40 વર્ષની ઉંમરથી એક રકમ જમા કરીને પેન્શનનો લાભ લેવા માંગતા હો, તો તમે LICની યોજના સરલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો.


સરલ પેન્શન યોજના શું છે?
તમને જણાવી દઈએ કે LICની સરલ પેન્શન યોજના એક ઈમિડિયેટ  એન્યુઅલ  યોજના છે જેમાં રોકાણકારને પ્રીમિયમ ચૂકવ્યા પછી તરત  પેન્શનની સુવિધા મળે છે. તમે આ પોલિસી સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટમાં ખોલી શકો છો. પોલિસીધારકના મૃત્યુ પછી, પ્રીમિયમની રકમ નોમિનીને પરત કરવામાં આવે છે. આ યોજનાની વિશેષતા એ છે કે તમે 40 વર્ષની ઉંમરથી પેન્શનનો લાભ મેળવી શકો છો.


સરલ પેન્શન યોજનાની વિશેષતાઓ
સરલ પેન્શન યોજનાના રોકાણકારો 40 થી 80 વર્ષની વય સુધી આ પેન્શન યોજનામાં રોકાણ કરી શકે છે. આ સાથે, જો તમે પોલિસી ખરીદ્યા પછી પોલિસી સરેન્ડર કરવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમે તેને 6 મહિના પછી સરેન્ડર પણ કરી શકો છો. આ સ્કીમ ખરીદ્યાના 6 મહિના પછી, તમે આ પોલિસી સામે લોનની સુવિધા પણ મેળવી શકો છો. 


મળશે આટલા  પેન્શનની  સુવિધા
તમને જણાવી દઈએ કે આ પેન્શન સ્કીમમાં રોકાણકારને દર મહિને ઓછામાં ઓછા 1 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે. તમે 1 મહિના, 3 મહિના, 6 મહિના અથવા આખા વર્ષ દરમિયાન તમારી જરૂરિયાત મુજબ પેન્શનની રકમ લઈ શકો છો. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. તમને જણાવી દઈએ કે જો તમે 42 વર્ષની ઉંમરે આ સ્કીમમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 12,388 રૂપિયા માસિક પેન્શનની સુવિધા મળશે.


સરલ પેન્શન યોજનામાં  વિકલ્પ
તમને જણાવી દઈએ કે LIC સરલ પેન્શન સ્કીમમાં ગ્રાહકોને બે પ્રકારના વિકલ્પો આપી શકે છે. પ્રથમ વિકલ્પ મુજબ, પ્રીમિયમ ચૂકવ્યા પછી, તેને વીમાધારકના મૃત્યુ સુધી પેન્શનનો લાભ મળે છે. ત્યારબાદ, પ્રીમિયમની રકમ નોમિનીને પરત કરવામાં આવે છે. બીજી તરફ, બીજા વિકલ્પમાં, તમે તમારા જીવનસાથી સાથે પણ આ વીમો ખરીદી શકો છો. આમાં, બંને ખાતાધારકો જીવિત રહે ત્યાં સુધી તેમને પેન્શનનો લાભ મળે છે. ત્યારબાદ, પ્રીમિયમની મૂળ રકમ નોમિનીને પરત કરવામાં આવે છે.