નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે નવા નવા પ્લાન લઇને આવે છે. જેમાં દરરોજ 2GB ડેટાવાળો પ્લાન ઘણો જાણીતો છે. આ પ્લાનમાં એક વર્ષ સુધીની વેલિડિટીવાળો પ્લાન આપવામાં આવે છે. જિયોના 444 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને દરરોજનો 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે.
Jioના 444 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને રોજનો 2 GB ડેટા મળશે. આ પ્લાન 56 દિવસ સુધી માન્ય છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 112 જીબી ડેટા મળશે. આ ઉપરાંત જિયોથી જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા પણ મળશે. જ્યારે બીજા નેટવર્ક પર કોલિંગ માટે યૂઝર્સને 2000 નોન જિયો મિનિટ્સ મળશે. ઉપરાંત ગ્રાહકને દરરોજ 100 મેસેજ પણ આપવામાં આવશે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સ્ક્રિપશન પણ મળશે.
Vaodafone પણ આપી રહ્યું છે ઓફર
જિયો ઉપરાંત વોડાફોને પણ તેના કસ્ટમર્સ માટે શાનદાર પ્લાન રજૂ કર્યો છે. જે અંતર્ગત કંપની 449 રૂપિયામાં દરરોજ 4GB ડેટા આપી રહી છે. ઉપરાંત ગ્રાહકને 56 દિવસ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
449માં એરટેલનો શાનદાર પ્લાન
વોડાફોનની જેમ એરટેલ પણ આવો જ પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં 56 દિવસ સુધી દરરોજનો 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે.