નવી દિલ્હીઃ કોરોના કાળમાં ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ કર્મચારીઓને ઈન્ટરનેટનું બિલ આપી રહી છે, જ્યારે અમુક લોકો ખિસ્સાના પૈસા ખર્ચીને ઘરમાં બ્રોડબેંડ ઈન્ટરનેટ લગાવી રહ્યા છે. ફોનમાં સારો મોબાઇલ પ્લાન ઉપરાંત આજકાલ ઘરમાં બ્રોડબેંડ પણ જરૂર થઈ ગયું છે. ઘરે ઈન્ટરનેટની વધતી માંગના કારણે ટેલીકોમ કંપનીઓ 500 રૂપિયાથી ઓછા ખર્ચમાં સારા પ્લાન ઓફર કરી રહી છે.
જિયોનો રૂ.399નો પ્લાન
ટેલીકોમ કંપનીમાં જિયો ઝડપથી માર્કેટમાં આગળ વધી રહી છે. મોબાઈલ નેટવર્કમાં જિયોના પ્લાન સારા તો છે ઉપરાંત બ્રોડબેંડમાં પણ જિયો માર્કેટમાં ટક્કર આપતાં પ્લાન લઈને આવી રહ્યું છે. જિયોના 399 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. આ પ્લાનમાં 30 એમબીપીએસ સ્પીડ છે. જે લોકો હાઇસ્પીડ ઇન્ટરનેટના બદલે અનલિમિટેડ ઈન્ટરનેટ અને કન્ટેટ ડાઉનલોડ વધારે કરતા હોય તેવા લોકો માટે આ પ્લાન છે. માત્ર 400 રૂપિયામાં એક મહિના માટે ઘણો ડેટા છે. જોકે આ બેસિક પ્લાન છે, તેમાં કોઈ ઓટીટીનું સબ્સ્ક્રિપ્શન નથી મળી રહ્યું.
એરટેલનો 499 રૂપિયાનો પ્લાન
બ્રોડબેંડ સર્વિસમાં એરટેલનો પ્લાન ઘણો લોકપ્રિય છે. એરટેલનો પ્લાન ભલે થોડો મોંઘો લાગતો હોય પરંતુ સ્પીડ અને સારી સર્વિસના કારણે કસ્ટમરની પસંદગી બન્યો છે. એરટેલના 499 રૂપિયાના બ્રોડબેંડ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા મળશે. આ પ્લાનમાં 40 એમબીપીએસની સ્પીડ મળશે, જે ઘર પર ઈન્ટરનેટ વપરાશકર્તા માટે સારી સ્પીડ છે. એરટેલના 499 રૂપિયાના પ્લાનમાં એરટેલ એક્સટ્રીમ 4કે નું સેટ ટોપ બોક્સ પણ મળી રહ્યું ચે. આ સેટ ટોપ બોક્સ માટે 1499 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડશે, જે રિફંડેબલ છે. આ કનેક્શનમાં તમામ મોટી ઓટીટી જેવીકે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની હોટ સ્ટાર જેવી એપ ફ્રી મળી રહી છે.
BSNLનો499 રૂપિયાનો પ્લાન
એરટેલ અને જિયો ઉપરાંત સરકારી કંપની બીએસએનએલ પણ સારી બ્રોડબેંડ સર્વિસ આપી રહી છે. બીએસએનએલના 499 રૂપિયાના પ્લાનમાં 100 જીબી ડેટા અને 20 એમબીપીએસની સ્પીડ મળે છે.
આ છે 500 રૂપિયાથી ઓછી કિંમતના બ્રોડબેંડ ઈન્ટરનેટ પ્લાન, જાણો કયો પ્લાન છે તમારા માટે ફિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2020 02:57 PM (IST)
ફોનમાં સારો મોબાઇલ પ્લાન ઉપરાંત આજકાલ ઘરમાં બ્રોડબેંડ પણ જરૂર થઈ ગયું છે. ઘરે ઈન્ટરનેટની વધતી માંગના કારણે ટેલીકોમ કંપનીઓ 500 રૂપિયાથી ઓછા ખર્ચમાં સારા પ્લાન ઓફર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -