નવી દિલ્હી: ગુજરાત અને અંદમાન નિકોબાર સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમ મામલે સૌથી શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉભરી આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ એટલે કે DPIITની રેન્કિંગ અનુસાર, અંદમાન નિકોબાર અને ગુજરાતમાં સ્ટાર્ટ અપ માટે સારો શ્રેષ્ઠ માહોલ છે. ગત વર્ષેની જેમ ગુજરાત આ વખતે પણ પ્રથમ છે. કર્ણાટક ભારતમાં સ્ટાર્ટ અપનું હબ માનવામાં આવે છે પરંતુ ઈકો સિસ્ટમ મામલે તેને પછાડીને ગુજરાત ટોપ પર પહોંચી ગયું છે.

2018ની રેન્કિગમાં પણ ગુજરાત ટોપ પર હતું

2019ના સ્ટાર્ટ-અપ રેન્કિંગમાં રાજ્યોને સુધારાની ચાર કેટગરી પ્રમાણે રેન્કિંગ આપવામાં આવી હતી. જેમાં 30 એક્શન પોઈન્ટ હતા. જે ઈન્સ્ટીટ્યૂશનલ સપોર્ટ, ઈઝિંગ કંપ્લાયન્સ, સાર્વજનિક ખરીદ નિયોમની સરળ શરતો, ઈનક્યૂબેશન સપોર્ટ અને વેન્ચર ફન્ડિંગ સપોર્ટ. DPIITએ કહ્યું કે, ઈકો-સિસ્ટમના મુલ્યાંક માટે એક્સપર્ટ્સની કમિટી બનાવવામાં આવી હતી. તેમા સ્વતંત્ર એક્સપર્ટ સામેલ હતા.

આ વખતની રેન્કિંગમાં કર્ણાટક, કેરળ ટોપ પરફોર્મર બનીને ઉભર્યા છે. બિહાર, ઓડિશા, ચંદીગઢ, રાજસ્થાન લીડર કેટેગરીમાં હતા. ઉત્તરાખંડ, હરિયાણા, ઝારખંડ, નાગાલેન્ડ, પંજાબ, તેલંગણાને મહત્વાકાંક્ષી રાજ્યોની શ્રેણીમાં મુકવામાં આવ્યા હતા. ગત વર્ષે પણ ગુજરાત ટોપ પરફોર્મર રહ્યું હતું. ગત વર્ષે ગુજરાત સ્ટાર્ટઅપ માટે અનુકૂળ માહોલ ઉપલબ્ધ કરાવવા મામલે સૌથી સારું પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું હતું.

તેના બાદ કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાન હતા. આ રેન્કિંગથી રાજ્યોના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે ઈકોસિસ્ટમ સુધારવામાં મદદ મળે છે. આ રેન્કિંગના આધારે રાજ્યો દ્વારા સ્ટાર્ટ અપ માટે અનુકૂળ તંત્ર વિકસિત કરવા માટે કરેલા પ્રયાસ છે. આ પ્રક્રિયામાં 27 રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.