પેટીએમ મનીના પૂર્ણકાલિક નિર્દેશક પ્રણીવ જાધવે કહ્યું કે, અમે શેર બ્રોકિંગ સર્વિસ, ઈટીએફ, શેર માટે ડિપોઝિટ ખાતુ, નેશનલ પેન્શન સ્કીમ વેચવાનું શરૂ કરીશુ. પેટીએમ મની પોતાના મંચ પર પહેલાથી મ્યુચ્યુઅલ ફંડ વેચે છે, અને તેનો દાવો છે કે, સીધા મ્યુચ્યુઅલ ફંડ કરતા મ્યુચ્યુઅલ ફંડની ખરીદીમાં 40 ટકા સોદા તેમના દ્વારા થાય છે.
જાધવનું કહેવું છે કે, અમારા પ્લેટફોર્મ પર લગભગ 75 ટકા યૂઝર્સ SIP નિવેશક છે. તેમણે અહીં રોકાણ માટે ખુબ સુરક્ષિત પ્લેટફોર્મ મળી રહ્યું છે, જેથી અમારા પ્રત્યે ભરોસો વધી રહ્યો છે. અમારૂ SIP દર મહિને વધી રહ્યું છે, અને અમને આશા છે કે, ટુંક સમયમાં આ સંખ્યા 10 લાખને પાર કરી જશે.
પેટીએમ મની સેબી સાથે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે જોડાઈ છે, જેથી તે બીજા ડિસ્ટ્રીબ્યૂટર્સ કરતા અલગ છે. તે કોઈ પણ પ્રકારનું કમિશન નથી લેતી અને તેના રોકાણકારો દેશના તમામ 40 મ્યુચ્યુઅલ ફંડોની કોઈ પણ ડાયરેક્ટ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ પ્લેટફોર્મ પર 100 રૂપિયાની નાની રકમવાળી એસઆઈપી પણ સરળતાથી કરી શકાય છે.