EPFO Umang App: સરકારી અને બિન-સરકારી દરેક ક્ષેત્રમાં કામ કરતા લોકોના પગારનો અમુક હિસ્સો પીએફમાં જતો હોય છે. જેનો ઉપયોગ તમારે નોકરી છોડવા પછી અથવા રિટાયરમેન્ટ પછી પૈસાની જરૂરિયાતમાં કરી શકો છે. પરંતુ ઘણી વાર ઈમરજન્સીમાં લોકો તમારા પીએફ ખાતામાંથી પૈસા કાઢી લે છે.
ઘણી વાર જોવામાં આવે છે કે PF ના પૈસા પણ ઉપાડવા માટે ઘણા બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતમાં અમે તમને ઉમંગ એપ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને પીએફના પૈસા સરળતાથી ઉપાડવામાં મદદ કરી શકે છે . આ એપની મદદથી તમે તમારા પીએફના પૈસા ઘર બેઠા પણ ઉપાડી શકો છો.
આ છે રીત
- ઉમંગ એપ ડાઉનલોડ કરો
- તમારો મોબાઈલ નંબર નાખો M-PIN બનાવો
- આધાર કાર્ડ લિંક કરો
- જે પછી એપની તમામ સેવાઓના વિકલ્પો પસંદ કરો તેમાં EPFO પર ક્લિક કરો
- ડાઉન મેનુમાંથી રેજ ક્લેમ વિકલ્પ પસંદ કરો
- યુએન નંબર લખો
- તેની ચકાસણી માટે તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે
- ઓટીપી નાંખ્યા પછી તમારો ક્લેમ રેજિસ્ટર થશે