Tax Saving Tips: નાણાકીય વર્ષ પૂરું થવામાં હજુ બે મહિના જેટલો સમય બાકી છે. પરંતુ આ દરમિયાન ઘણા લોકોને ટેક્સ કેવી રીતે બચાવવો તે ખબર હોતી નથી. કલમ 80-સી હેઠળ કરની બચત કરતા વિવિધ ઉત્પાદનોમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકોએ હજુ પણ રોકાણની સમયમર્યાદા નજીક આવતી હોવાથી ઉતાવળ કરવી જોઈએ. સારી રીતે સંતુલિત રોકાણ પોર્ટફોલિયો માટે વિવિધ રોકાણ ઉત્પાદનોમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે, ત્યારે મહત્તમ વળતરનું વચન આપતા ઉત્પાદનોમાં રોકાણ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. એકંદરે નાણાકીય રીતે સુરક્ષિત ભવિષ્ય માટે તમારા રોકાણના એક ભાગ તરીકે વીમા ઉત્પાદનોની ખરીદી આવશ્યક છે. બજારમાં એવા અસંખ્ય રોકાણ-કમ-વીમા ઉત્પાદનો ઉપલબ્ધ છે, જે આશ્રિતોને નાણાકીય સુરક્ષા સાથે લાંબા ગાળાના વળતરની ખાતરી આપે છે.


ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ


ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ એક એવું અગ્રણી વીમા ઉત્પાદન છે, જે તમારા રોકાણ પોર્ટફોલિયોનો મહત્વનો ભાગ હોવો જોઈએ. તમારા આશ્રિતોના ભાવિને નાણાકીય રીતે સુરક્ષિત કરવા માટે તમે ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે જે પ્રીમિયમ ચૂકવો છો, તે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ કર મુક્ત છે.


પોલિસીબજાર.કોમના ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સના વડા સજ્જા પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ કલમ હેઠળ વ્યક્તિ મહત્તમ રૂ. 1.5 લાખની રકમ પર કર બચતનો લાભ મેળવી શકે છે. તમે તમારા માતા-પિતા, જીવનસાથી અને બાળકો માટે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદીને તમારી કરપાત્ર આવક પણ ઘટાડી શકો છો. ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાનો બીજો મહત્વનો ફાયદો એ છે કે પૉલિસીધારકના મૃત્યુ પર આશ્રિતોને મળેલી ચૂકવણી/વિમાની રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને કલમ 80C હેઠળ કર લાભ મેળવતી વખતે, તમારે જાણવું જોઇએ કે એપ્રિલ 1, 2012 પહેલાં ખરીદેલી પૉલિસી માટેનું પ્રીમિયમ, વીમાની રકમના 20 ટકાથી વધુ ન હોવું જોઈએ અને એપ્રિલ 1, 2012 પછી ખરીદેલી પૉલિસીઓ માટેનું પ્રીમિયમ વીમાની રકમના 10 ટકાથી વધુ ન હોવું જોઈએ.’


યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (યુલિપ)


છેલ્લાં કેટલાંક વર્ષોમાં, યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સને 80C હેઠળ સુરક્ષિત રોકાણ વિકલ્પો શોધી રહેલા રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. ઘટાડેલા ચાર્જિસ અને વધુ સારી પારદર્શિતા એવી કેટલીક પ્રસિદ્ધ વિશેષતાઓ છે, જેણે 5થી 25 વર્ષની વચ્ચેના ધ્યેય સાથે રોકાણકારોમાં યુલિપને લોકપ્રિય પસંદગી બનાવી છ.


ચાઈલ્ડ પ્લાન્સ


તમે કલમ 80C હેઠળ તમારી કર બચતને મહત્તમ કરવા માટે ચાઇલ્ડ પ્લાન્સમાં રોકાણ કરવાની પણ યોજના બનાવી શકો છો, કારણ કે ચાઇલ્ડ પ્લાન તમને તમારા બાળકના સુરક્ષિત ભવિષ્ય માટે પૂરતું ભંડોળ ઊભું કરવામાં મદદ કરવા ઉપરાંત મહત્તમ વળતરનું વચન પણ આપે છે. આ દિવસોમાં, બજારમાં ચાઇલ્ડ પ્લાનના એક ડઝનથી વધુ પ્રકારો ઉપલબ્ધ છે, જે તમારા રોકાણ પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે. તમે તમારા બાળકના જન્મના 60થી 90 દિવસની અંદર ચાઇલ્ડ પ્લાનમાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. તમે જેટલું વહેલું રોકાણ કરશો તેટલું વધારે વળતર મળશે. તમે યુલિપ આધારિત ચાઇલ્ડ પ્લાન્સમાં રોકાણ સાથે શરૂઆત કરી શકો છો અને આખરે વધુ એક મોટું ભંડોળ એકઠું કરવા માટે સુરક્ષિત ભંડોળ તરફ જઈ શકો છો. યુલિપ આધારિત ચાઇલ્ડ પ્લાન્સ હેઠળ, બજારમાં એવા પ્લાન પણ ઉપલબ્ધ છે જે પ્રીમિયમ માફી (ડબલ્યુઓપી)નો લાભ આપે છે. આ હેઠળ, માતાપિતાના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, પોલિસીના બાકીના તમામ પ્રિમીયમ માફ કરવામાં આવે છે અને તે વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે.


ડિસ્ક્લેમરઃ તમને મદદ કરવા માટે અહીં કેટલાક કરની બચત કરતા વિકલ્પો આપવામાં આવ્યા છે. જે તમને સમજદાર અને માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરશે. એબીપી ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી કે સહમત નથી. નાણાકીય બાબતનો નિર્ણય લેતા પહેલા એક્સપર્ટની સલાહ લો.