અમદાવાદઃ  યાકુલ્ટ ડેનોન ઈન્ડિયા પ્રા. લિ.એ દુનિયાભરમાં આરોગ્ય અને ખુશી સુધારવાની તેની મુખ્ય ફિલોસોફીની રેખામાં વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક યાકુલ્ટના આરોગ્યના લાભો પર અમદાવાદમાં માહિતીસભર અને વિચારપ્રેરક સત્રનું આયોજન કર્યું હતું. યાકુલ્ટ 80 વર્ષથી વધુનો વારસો ધરાવે છે અને 39 દેશ અને પ્રદેશોમાં 40 મિલિયનથી વધુ લોકો તેના આરોગ્યના લાભોને જોતાં તેનું સેવન કરે છે.


ગુજરાતમાં ક્યાં મળે છે આ પ્રોડક્ટ

ભારત યાકુલ્ટ માટે ભરપૂર સંભાવના ધરાવે છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભરૂચ અને અંકલેશ્વરમાં 330થી વધુ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. યાકુલ્ટની રિટેઈલ કિંમત 5 બોટલના પેકના રૂ. 50 અને યાકુલ્ટ લાઈટ 5 બોટલના પેકના રૂ. 80 છે. આ ઉપરાંત ભારતનાં 16 રાજ્યના 59 શહેરમાં પણ આ પ્રોડક્ટ મળે છે.

એક વર્ષથી વધુના બાળક સહિત બધા જ કરી શકે છે સેવન

યાકુલ્ટના લાભો વિશે બોલતાં યાકુલ્ટ ડેનોન ઈન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર મિનોરૂ શિમાદાએ જણાવ્યું હતું કે યાકુલ્ટમાં અમે ભારત જેવા દેશમાં મોટી ચિંતા બની છે તે ખાસ કરીને આંતરડાંના આરોગ્ય સાથે લોકોનું આરોગ્ય સુધારવા માટે વચનબદ્ધ છીએ. આરોગ્યવર્ધક આંતરડાં એટલે દીર્ઘાયુષ્ય અને રોગને ઊગતો ડામવો સારો એ સિદ્ધાંતને આધારે યાકુલ્ટમાં 6.5 અબજ યાકુલ્ટના અજોડ પ્રોબાયોટિક જીવાણુ નામે લેક્ટોબેસિલસ કેસે સ્ટ્રેન શિરોટા (એલસીએસ) છે, જે પાચન સુધારવામાં મદદ કરે છે અને રોગ પ્રતિરોધકતા નિર્માણ કરવામાં મદદ કરે છે. તે એક વર્ષથી વધુના બાળક સહિત બધા જ સેવન કરી શકે છે. અમને આશા છે કે ગ્રાહકોએ રોજના આહારનો તેને હિસ્સો બનાવવા જોઈએ, જેથી તેમને ખાદ્યમાંથી મહત્તમ પોષણ મળી શકે છે.

ઉત્તમ પાચન અને રોગ પ્રતિરોધકતા માટે લાભકારી જીવાણુઓને વધારવામાં કરે છે મદદ

આંતરડાંના આરોગ્યના મહત્ત્વને આલેખિત કરતાં યાકુલ્ટ ડેનોન ઈન્ડિયા પ્રા. લિ.ના સાયન્સ અને રેગ્યુલેટરી અફેર્સનાં હેડ ડો. નીરજા હજેલાએ જણાવ્યું હતું કે આંતરડું સૌથી વધુ અવગણનાં કરાતાં અવયવમાંથી એક છે, પરંતુ માનવી આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણનાં દરેક પાસાં માટે મહત્ત્વપૂર્ણ છે. કમજોર આંતરડાનું આરોગ્ય મોટા ભાગના રોગોનું મૂળ કારણ હોય છે. મોટા ભાગના લોકો આંતરડું ખાદ્યના પાચન અને પોષકોની શોષકતા સાથે સંકળાયેલું હોવા સાથે સૌથી મોટું રોગ પ્રતિરોધક અવયવ છે, કારણ કે આશરે 70 ટકા રોગ પ્રતિરોધકતા અહીં જોવા મળે છે એ વિશે બહુ ઓછા લોકો વાકેફ છે. તે રોગો અને ચેપોથી આપણું રક્ષણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આટલું જ નહીં, આંતરડાંમાં આશરે 1.5 કિગ્રા જીવાણુ હોય છે, જે આરોગ્યવર્ધક આંતરડાની ખાતરી રાખવામાં મહત્ત્વપૂર્ણ છે. લાભકારી જીવાણુમાં કમજોર અને અસંતુલિત આહાર, તાણ, પ્રદૂષણ અને એજીઈંગથી ઘટાડો પાચન પર નકારાત્મક પ્રભાવ પાડે છે અને રોગોનાં જોખમો વધે છે. યાકુલ્ટ તેના પ્રોબાયોટિક એલસીએસ સાથે પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક હોઈ ઉત્તમ પાચન અને રોગ પ્રતિરોધકતા માટે લાભકારી જીવાણુઓને વધારવામાં મદદ કરે છે.

વર્લ્ડકપમાં વિરાટ સેના નહીં પણ રણજી ટીમના કયા 11 ખેલાડીઓ રમી રહ્યા છે ? જાણો ચોંકાવનારી વિગત