નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેના કારણે ભારત, ચીન, જાપાન સહિતના આઠ દેશો હવે ઈરાન પાસેથી આવતા મહિનાથી પેટ્રોલિયમ ખરીદી શકશે નહીં. થોડા મહિના પહેલાં ભારત, ચીન, જાપાન સહિતના અમુક દેશોની પેટ્રોલિયમની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાન સાથે ઓઈલનો વેપાર કરવાની છૂટ આપી હતી. જોકે, ઈરાન પાસેથી પેટ્રોલિયમની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકાતા હવે ભારત, ચીન, જાપાન, ઈટાલી, ગ્રીસ, તૂર્કી, સાઉથ કોરિયા, તાઈવાને ઈરાન સાથે કરેલા ઓઈલ ખરીદીના સોદા કેન્સલ કરવા પડશે. જેની ભારત પણ ઘણી મોટી અસર થશે.


રૂપિયો વધુ ગગડશેઃ ડોલરની સામે રૂપિયા વધારે નબળો પડી શકે છે. રૂપિયો ગગડવાથી ક્રૂડ ઓઇલથી લઇ તમામ વસ્તુઓ પર તેની અસર થશે. બુધવાર કારોબાર દરમિયાન ડોલર સામે રૂપિયો 32 પૈસા ઘટીને 69.94 સુધી પહોંચી ગયો હતો.

મોંઘવારી વધશેઃ ક્રૂડ ઓઇલની કિંમત વધવાથી મોંઘવારી ફરીથી માઝા મુકશે. જાણકારોના કહેવા મુજબ ચૂંટણી સુધી તો સરકાર ગમે તેમ કરીને તેની રોકી લેશે, પરંતુ નવી સરકાર બનતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવામાં આવશે. આ કારણે મોંઘવારી પણ વધશે.

નિકાસ ઘટશેઃ ક્રૂડ ઓઇલના ભાવમાં ત્રણથી પાંચ ટકાના અંદાજિત વધારાથી નિકાસ કારોબાર પ્રભાવિત થશે. ક્રૂડના ભાવ વધવાથી વેપાર ખાધ સાત અબજ ડોલર વધી શકે છે. જેના પરિણામ સ્વરૂપે વેપાર ખાધ 5.6 ટકા વધી જશે અને જીડીપીમાં 0.2 ટકાનો ઘટાડો આવશે. આની અસર મોંઘી આયાતના રૂપમાં સામે આવશે.

અક્ષય કુમારે લીધેલા PMના ઇન્ટરવ્યૂ પર કોંગ્રેસે કર્યો કટાક્ષ, કહ્યું- મોદી હવે ફિલ્મોમાં કામ કરવાના છે

નિરહુઆ અને રવિ કિશનને લઇ યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, કહ્યું- મુંબઈથી તેમને જબરદસ્તીથી પકડીને લઇ આવ્યા છીએ કારણકે.....

વિરાટે એક્ટિંગમાં અનુષ્કાને ટક્કર આપવાની કરી તૈયારી, જુઓ વીડિયો

કયા રાજ્યના મહિલા મુખ્યમંત્રી દર વર્ષે PM નરેન્દ્ર મોદીને ગિફ્ટ મોકલાવે છે, નામ જાણીને ચોંકી જશો