Coal Crisis Likely: દેશમાં આ વર્ષે પણ કોલસાની કટોકટી સર્જાઈ શકે છે. દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક સરકારી કંપની કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્સને કોલસાની સપ્લાયમાં પ્રાથમિકતા આપી રહી છે, જેના કારણે કોલસા પર નિર્ભર એવા ઉદ્યોગોની સામે સપ્લાયની તંગી સર્જાઈ છે.
કોલસા મંત્રાલયે નિર્ધારીત કરેલા લક્ષ્યથી કેટલો ઓછો છે કોલસો
ઉનાળાની સિઝન આવી ગઈ છે અને આવી સ્થિતિમાં વીજળીની માંગ વધી છે. એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં વીજળીની માંગ વધુ વધી શકે છે. પાવર પ્લાન્ટ્સમાં નિર્ધારિત લક્ષ્યાંક કરતાં કોલસાનો સ્ટોક ઓછો છે. જેના કારણે કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્સને કોલસાનો પુરવઠો વધારી રહી છે. રવિવારે પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક ઘટીને 25.2 મિલિયન ટન થયો હતો, જે કોલસા મંત્રાલય દ્વારા નિર્ધારિત 45 મિલિયન ટનના લક્ષ્યાંક કરતાં ઓછો છે.
પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પુરવઠો વધારવા શેનો થઈ રહ્યો છે ઉપયોગ
મીડિયા અહેવાલો અનુસાર, કોલ ઈન્ડિયા 2,75,000 ટન કોલસાનો સપ્લાય બિન-પાવર વપરાશકર્તાઓને કરતી હતી, જે દરરોજ સરેરાશ 17 ટકા ઘટી છે. પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પુરવઠો વધારવા માટે રેલવે રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં કોલ ઈન્ડિયાએ ઔદ્યોગિક ગ્રાહકોને રેલ્વે ગાડીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ટ્રકો દ્વારા કોલસો સપ્લાય કરવા જણાવ્યું છે, જે નોન પાવર યુઝર્સને કોલસો સપ્લાય કરશે. રેલ્વે રેકમાં 4000 ટન કોલસો વહન કરવાની ક્ષમતા હોય છે જ્યારે ટ્રેક એક સમયે માત્ર 25 ટન કોલસો લઈ શકે છે. દેશમાં એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ પ્લાન્ટ ઉપરાંત કેમિકલ ફેક્ટરીઓ પણ કોલસા આધારિત છે.
2021-22 કોલ ઈન્ડિયાએ 622 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે જે 2020-21માં 607 મિલિયન ટન હતું. પરંતુ કોલસાની માંગમાં તેજી આવી રહી છે. રશિયા-યુક્રેનિયન યુદ્ધને કારણે કોલસાના ભાવમાં ભારે વધારાને કારણે આયાતી કોલસા પર નિર્ભર પાવર પ્લાન્ટ્સે તેમની ખરીદીમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ કોલ ઈન્ડિયા માંગ પૂરી કરવામાં અસમર્થતા દર્શાવી રહી છે.
આ પણ વાંચોઃ
Sri Lanka Crisis: શ્રીલંકામાં કટોકટી, ફ્રી વહેંચવામાં ખજાનો ખાલી ! ભારતે પણ બોધપાઠ લેવાની જરૂર