બીએસઈ પર કારોબાર દરમિયાન કંપનીનો સેર 14.89 ટકા વધીને 4.55 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં શેરનો ભાવ 13.92 ટકા વધીને 4.50 રૂપિયા થયો હતો.
વોડાફોને એક નિવેદનમાં જણાવ્યું, કોવિડ-19 મહામારીના કારણે ચાલી રહેલા કપરાકાળ દરમિયાન વોડાફોન-આઈડિયાનું સંચાલન શરૂ રાખવા રોકડ ઉપલબ્ધ કરાવવા તથા વોડાફોન આઈડિયાના આશરે 30 કરોડ ભારતીય ગ્રાહકો તથા હજારો કર્મચારીની સુવિધા માટે આમ કરવામાં આવ્યું છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,393 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 681 લોકોના મોત થયા છે. જ્યારે 4257 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. ઉપરાંત 16454 એક્ટિવ કેસ છે.