Adani Group Crashes : ગુરુવારે સવારે, અદાણી ગ્રૂપ શેરબજારમાં $200 બિલિયનનું માર્કેટ કેપ હાંસલ કરનાર દેશનું ત્રીજું જૂથ બન્યું હતું, પરંતુ બપોરે અદાણી જૂથના શેરમાં જોરદાર પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. શેરબજારમાં કંપનીના તમામ 7 લિસ્ટેડ શેર્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. આ મોટા ઘટાડાનું કારણ શેરબજારમાં ઘટાડો પણ છે, સેન્સેક્સ 575 અને નિફ્ટી 168 પોઈન્ટ ઘટીને બંધ થયો છે.


ગુરુવારે અદાણી ગ્રુપના શેર ઉંધા માથે પટકાયા


અદાણી ગ્રુપની કંપનીઓમાં સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસના શેરના ભાવમાં થયો હતો. તે 6.87 ટકાના ઘટાડા સાથે રૂ.2362 પર બંધ રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇસ લિમિટે  રૂ. 2099 પર 4.03 ટકાના ઘટાડા સાથે બંધ થયો. છેલ્લા કેટલાક દિવસોથી અદાણી પાવર અને અદાણી વિલ્મરના ગ્રોથ પર બ્રેક લાગી છે અને બંને કંપનીઓના શેર 4.98 ટકા અને 4.99 ટકાના ભાવે બંધ થયા હતા. બંનેમાં લોઅર સર્કિટ હતી. અદાણી પોર્ટ્સના શેરમાં 3.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ટ્રાન્સમિશનનો શેર 1.38 ટકા અને અદાણી ગ્રીન એનર્જીનો શેર 1.43 ટકા ઘટીને બંધ થયો હતો.


અદાણી ગ્રુપના શેરોએ રોકાણકારોને બનાવ્યા માલામાલ


છેલ્લા ઘણા સમયથી અદાણી ગ્રૂપના શેર મોટા પાયે ઉપર જઈ રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં અદાણી પાવરમાં 157 ટકા, અદાણી ટોટલ ગેસમાં 50 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 67 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 51 ટકા, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 17 ટકાનો વધારો થયો છે. આ વર્ષે લિસ્ટેડ અદાણી વિલ્મરના શેરમાં 180 ટકાનો ઉછાળો આવ્યો છે.


આ પણ વાંચોઃ


Coronavirus: આ દેશમાં કોરોનાએ મચાવ્યો તરખાટ, 5 થી 11 વર્ષના બાળકોને બનાવી રહ્યો છે શિકાર


MG Motors: MG મોટર્સે ગ્રાહકોને આપ્યો ઝટકો, મોંઘી થઈ લોકપ્રિય કાર


NEET 2022 Date: નીટ પરીક્ષાની તારીખ થઈ જાહેર, આ તારીખ સુધીમાં કરાવો રજિસ્ટ્રેશન