LIC IPO: ટૂંક સમયમાં LIC (Life Insurance Corporation) શેરબજાર પર નજર રાખતા લોકો માટે તેનો IPO (Initial Public Offer) લાવવા જઇ રહ્યું છે. આવતા મહિને આવનારા આ IPO પહેલા દરેક વ્યક્તિ તેમાં મહત્તમ નફો મેળવવા માંગે છે. એલઆઈસી પણ આ અંગે વિચાર કરી રહી છે. LIC તેના IPOમાં વધુને વધુ ગ્રાહકોને સામેલ કરવા માટે તેના પોલિસીધારકો માટે એક મોટી ઓફર લાવવા જઈ રહી છે.


હાલમાં, LIC (Life Insurance Corporation) 100 ટકા કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ છે. આ સાથે સરકાર વતી સેબીમાં DRHP દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત એવું કહેવામાં આવી રહ્યું છે કે LIC (Life Insurance Corporation) તેના પોલિસીધારકો માટે ત્રણ કરોડથી વધુ શેર અનામત રાખવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત, તેના કર્મચારીઓની ધ્યાનમાં રાખીને, LIC તેમના માટે 1.5 કરોડ શેર અનામત રાખે છે.


દસ્તાવેજ ફાઇલિંગ


વાસ્તવમાં, શેરબજાર નિયમનકાર સેબીમાં કેન્દ્રીય નાણા મંત્રાલય વતી LICના નવા આવતા IPO માટે ડ્રાફ્ટ દસ્તાવેજ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે LIC 31 કરોડ 62 લાખ 49 હજાર 885 ઇક્વિટી શેર વેચશે. જેમાંથી LIC તેના પોલિસીધારકો માટે ત્રણ કરોડથી વધુ શેર અને તેના કર્મચારીઓ માટે 1.5 કરોડ શેર રાખે છે. આમ જોવા જઈએ તો એલઆઈસી પોલીસીધારકો માટે 10 ટકા અને કર્મચારીઓ માટે 5 ટકા શેર અનામત રાખી શકે છે.






હાલમાં, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) વિભાગના સચિવ તુહિન કાંતા પાંડેએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે LICના IPO માટે SEBI પાસે DRHP ફાઇલ કરવામાં આવી છે. અત્યારે કેન્દ્ર સરકારનું એક માત્ર લક્ષ્ય છે કે તે વહેલી તકે માર્ચ સુધીમાં શેરબજારોમાં લિસ્ટ કરાવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એલઆઈસીના આઈપીઓમાંથી 10 ટકા પોલિસીધારકો માટે રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જે 3.16 કરોડ શેર વિશે જણાવવામાં આવી રહ્યું છે.