નવી દિલ્હીઃ માતાપિતા બનતા જ અનેક જવાબદારીઓ પણ સાથે આવે છે. હવે બાળક માટે પ્લે સ્કૂલથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીનું પ્લાનિંગ કરવું પડે છે. ભારતમાં લોકો હજુ પણ ગેરંટેન્ડ રિટર્ન પ્લાન સાથે રોકાણના વિકલ્પ પર વિશેષ ભાર મૂકે છે. જો તમે પણ હાલમાં માતા પિતા બન્યા છો તમારે પણ તમારા સંતાનના સારા ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઇએ. આ માટે તમે LICના જીવન તરુણ પ્લાનમાં રોકાણ કરી શકો છો.
દરરોજ 100 રૂપિયાથી ઓછી બચત કરીને 15 લાખ રૂપિયાની કરો કમાણી
જો તમારા બાળકના જન્મને 90 દિવસ થઈ ગયા છે તો તમારું રોકાણ શરૂ થવું જોઈએ. LIC કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 90 દિવસથી એક વર્ષ સુધીના બાળકો માટે દર મહિને આશરે રૂપિયા 2,800 (દિવસ દીઠ રૂપિયા 100 કરતાં ઓછું) રોકાણ કરો છો તો તમને રૂપિયા 15.66 લાખનું વળતર મળી શકે છે. આ માટે તમારે 20 વર્ષ સુધી દર મહિને 2,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો કે, આ સ્કીમ 25 વર્ષમાં મેચ્યોર થાય છે અને આ કિસ્સામાં તમને મેચ્યોરિટી બોનસ મળે છે. આ રીતે તમે માત્ર રૂપિયા 7.20 લાખના રોકાણ પર રૂ. 15.66 લાખનું ફંડ બનાવી શકશો. જે તમારા બાળકોના ઉચ્ચ શિક્ષણ સંબંધિત ખર્ચને પહોંચી વળશે.
એલઆઈસી જીવન તરુણ પ્લાન વિશે જાણો
LIC એ બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પોલિસી તૈયાર કરી છે. LIC જીવન તરુણ એ નોન-લિંક્ડ,પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત, જીવન વીમા બચત યોજના છે. આ હેઠળ, એલઆઈસી એક સાથે સુરક્ષા અને બચત બંને સુવિધાઓ આપે છે. આ યોજના બાળકોના શિક્ષણ અને અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
કઈ ઉંમરના બાળકો પોલિસી લઈ શકે છે
આ પોલિસીનો લાભ લેવા માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી 90 દિવસની હોવી જોઈએ. જ્યારે બાળકની મહત્તમ વય મર્યાદા 12 વર્ષ નક્કી કરવામાં આવી છે. એલઆઈસીની આ પોલિસી પર વિવિધ પ્રકારના રાઈડર્સ લઈ શકાય છે.
આ રીતે તમે પ્રીમિયમ ચૂકવી શકો છો
તમે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો. તમે તેને NACH દ્વારા ચૂકવી શકો છો અથવા તમારા પગારમાંથી સીધું પ્રીમિયમ કપાવી શકો છો. જો તમે કોઈપણ મુદતમાં પ્રીમિયમ ભરવામાં ડિફોલ્ટ થઇ જાવ છો તો જેઓ ત્રિમાસિકથી વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવે છે તેમને 30 દિવસનો વધારાનો સમયગાળો મળશે. બીજી તરફ, જો તમે દર મહિને પેમેન્ટ જમા કરાવો છો તો તમને 15 દિવસનો ગ્રેસ પીરિયડ મળશે.
ડબલ બોનસ મળશે
જ્યારે બાળક 25 વર્ષનું થાય ત્યારે આ યોજના હેઠળ સંપૂર્ણ લાભ મળે છે. આ એક ફ્લેક્સિબલ યોજના છે. મેચ્યોરિટી સમયે તમને આ સ્કીમ પર ડબલ બોનસ મળે છે. તમે આ પૉલિસી રૂપિયા 75,000ની Sum Assured માટે લઈ શકો છો. જો કે, આ માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી