Indian Railway Rules Regarding Reservation: રેલ્વે ભારતની જીવાદોરી ગણાય છે. આજે પણ દેશમાં એક મોટો મધ્યમ વર્ગ છે જે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં આરામદાયક મુસાફરી માટે લોકો મહિનાઓ અગાઉથી રિઝર્વેશન કરાવે છે. પરંતુ ઘણી વખત અગાઉથી મુસાફરી કરવાનો પ્લાન હોવા છતાં જો પ્લાનમાં થોડો ફેરફાર થાય અને મુસાફરીની તારીખ બદલાય તો લોકો તેમની ટિકિટ કેન્સલ કરાવે છે. પરંતુ જો તમે એ જ રૂટ પર અન્ય કોઈ દિવસે મુસાફરી કરવા માંગતા હો તો આ માટે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી.


રેલ્વેના નિયમો અનુસાર, તમે ટિકિટ કેન્સલ કર્યા વિના પણ તમારી મુસાફરીની આગળ કે પાછળની તારીખ બદલી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ટિકિટ કેન્સલ કર્યા વિના તમારા મુસાફરીનો દિવસ કેવી રીતે આગળ ધપાવી શકો છે.


મુસાફરીની તારીખ આ રીતે બદલો-


તમારી મુસાફરીની તારીખ બદલવા માટે તમારે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા એપ્લિકેશન અથવા કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન સેન્ટર પર જઈને બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજરને લેખિત માહિતી આપવી પડશે. તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રેલ્વે મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી આપે છે. તમારા માટે વધુ સારો વિકલ્પ પસંદ કરો.


મુસાફરીના ગંતવ્ય સ્ટેશનમાં ફેરફાર કરી શકાય છે


તમારી પાસે પ્રવાસનું ડેસ્ટિનેશન સ્ટેશન બદલવાનો વિકલ્પ પણ છે. તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ગંતવ્ય સ્ટેશનને બદલીને તમારી આવનારી મુસાફરીને આગળ વધારી શકો છો. આ માટે, તમે ટ્રેનમાં TTE (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) ને પૂછીને ગંતવ્ય સ્ટેશનની ટિકિટ ખરીદી શકો છો. આ માટે જ્યાં સુધી મુસાફરીની ટિકિટ લીધી છે, ત્યાંથી ગંતવ્ય સ્ટેશન સુધી ટિકિટ લેવાની રહેશે.


આ પણ વાંચોઃ


વાવાઝોડા વચ્ચે લંડનના હિથ્રો એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાયલટે કરાવ્યું સફળ લેન્ડિંગ, જુઓ વીડિયો


India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર