LIC અને અન્ય તમામ ઈંશ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે, જાણો કારણ 

ઓફિસો સામાન્ય કામકાજના કલાકો મુજબ સામાન્ય કામગીરી માટે ખુલ્લી રહેશે. એટલે કે 30 અને 31 માર્ચ LIC ઓફિસો માટે સામાન્ય કામકાજના દિવસો રહેશે.

Continues below advertisement

દેશમાં 30 અને 31 માર્ચે  એલઆઈસીની ઓફિસો સામાન્ય કામકાજના દિવસોની જેમ ખુલ્લી રહેશે. દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ જણાવ્યું હતું કે 30 અને 31 માર્ચે તેના ઝોન અને વિભાગોના અધિકારક્ષેત્ર હેઠળની ઓફિસો સામાન્ય કામકાજના કલાકો મુજબ સામાન્ય કામગીરી માટે ખુલ્લી રહેશે. એટલે કે 30 અને 31 માર્ચ LIC ઓફિસો માટે સામાન્ય કામકાજના દિવસો રહેશે. રવિવારે પણ ઓફિસો બંધ રહેશે નહીં.

Continues below advertisement

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) એ વીમા કંપનીઓને સલાહ આપી છે કે તેઓ પોલિસીધારકોને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેમની ઓફિસો ખુલ્લી રાખે. IRDA અનુસાર, વીમા કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પૉલિસીધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 30 અને 31 માર્ચ, 2024ના રોજ સામાન્ય કામકાજના કલાકો પ્રમાણે તેમની શાખાઓ ખુલ્લી રાખે.

આ પગલું એટલા માટે જરૂરી બન્યું છે કારણ કે નાણાકીય વર્ષ 31 માર્ચે સમાપ્ત થાય છે અને આ વખતે તે રવિવારના રોજ આવી રહ્યું છે. IRDAIએ વીમા કંપનીઓને સલાહ પર ધ્યાન આપવા અને સપ્તાહના અંતે શાખાઓ ખુલ્લી રાખવા માટે કરવામાં આવતી વિશેષ વ્યવસ્થાઓને જાહેર કરવા જણાવ્યું છે. IRDA એ એડવાઈઝરી પણ જારી કરી છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકોને સરકારી સંબંધિત વ્યવહારો માટે સપ્તાહના અંતે સામાન્ય કામકાજના કલાકો દરમિયાન તેમની નિયુક્ત શાખાઓ ખોલવાનો પણ નિર્દેશ આપ્યો છે. આરબીઆઈ અને ભારત સરકારે આ માટે એડવાઈઝરી જારી કરી છે. આ સિવાય સરકારી કામકાજ સંભાળતી આરબીઆઈની ઓફિસો પણ સપ્તાહના અંતે સામાન્ય કામકાજના કલાકો દરમિયાન ખુલ્લી રહેશે.

સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે વાર્ષિક ખાતા બંધ કરવા સંબંધિત કાર્યને કારણે 1 એપ્રિલથી ₹ 2,000ની બેંક નોટ એક્સચેન્જ અથવા જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આરબીઆઈએ કહ્યું કે તે 2 એપ્રિલથી ફરી શરૂ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચૂકવણી, પેન્શન, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ સાથે સંબંધિત વ્યવહારો માટે ખુલ્લું રહેશે. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સેવાઓ 31 માર્ચની મધ્યરાત્રિ સુધી ઉપલબ્ધ રહેશે. બેંકો અને વીમા કંપનીઓ ઉપરાંત આવકવેરા વિભાગ પણ ખુલ્લું રહેશે.           

Continues below advertisement
Sponsored Links by Taboola