નવી દિલ્હી: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ લિંક્ડ અને નોન-લિંક્ડ જીવન વીમા પોલિસીને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. આ કારણસર જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)એ 31 જાન્યુઆરીથી 19 પોલિસી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તેમાં નોન લિંક્ડ અને યુનિટ લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ પોલિસી પણ સામેલ છે. જોકે, 31મી સુધી એજન્ટો આ પોલિસી વેચી શકશે અને ગ્રાહકોને તેના સંપૂર્ણ લાભ પણ મળશે. ઈરડાએ તમામ વીમા કંપનીઓને કહ્યું છે કે, હવે તમામે કોઈ પણ પોલિસી નવી ગાઈડલાઈન પ્રમાણે જ તૈયાર કરવી પડશે.
નવી ગાઈડલાન લાગુ થવાના કારણે જૂની પોલિસીના પ્રીમિયમ અને બેનિફિટ પર કોઈ પ્રભાવ પડશે નહીં. નવી ગાઈડલાઈન 1 ફેબ્રુઆરી, 2020થી લાગુ કરવામાં આવશે. આ પહેલા નવી ગાઈડલાઈન 1 ડિસેમ્બર, 2019થી લાગુ થવાની હતી. નોંધનીય છે કે, વીમા કંપનીઓ 29 ફેબ્રુઆરી, 2020 બાદ નવી ગાઈડલાઈન પ્રમાણેની પોલિસી લોન્ચ કરી શકે છે. જોકે, નવી પોલિસીના પ્રીમિયમ જૂની પોલિસીની તુલનામાં વધુ હોઈ શકે છે.
ન્યુ એન્ડોન્મેન્ટ પ્લાન, ન્યુ જીવન આનંદ, સિંગલ પ્રીમિયન એન્ડોન્મેન્ટ પ્લાન, નવી મની બેક યોજના, અનમોલ જીવન-2, લિમિટેડ પ્રીમિયન એન્ડોન્મેન્ટ પ્લાન, ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન, જીવન લક્ષ્ય, જીવન તરુણ, જીવન લાભ, ભાગ્ય લક્ષ્મી, ન્યૂ જીવન મંગલ, આધાર સ્તંભ, આધાર શિલ્પ, જીવન ઉમંગ, જીવન શિરોમણિ, બીમા શ્રી, માઈક્રો બચત અને ન્યૂ એન્ડોન્મેન્ટ પ્લસ પ્લાન બંધ થશે.
31 જાન્યુઆરીથી LIC કઈ-કઈ 19 વીમા પોલિસી બંધ કરશે? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jan 2020 08:33 AM (IST)
નવી ગાઈડલાન લાગુ થવાના કારણે જૂની પોલિસીના પ્રીમિયમ અને બેનિફિટ પર કોઈ પ્રભાવ પડશે નહીં. નવી ગાઈડલાઈન 1 ફેબ્રુઆરી, 2020થી લાગુ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -