MCLR Hike: આરબીઆઈએ વર્ષ 2022માં તેના વ્યાજ દરમાં કુલ 5 વખત વધારો કર્યો. આ વધારા પછી વ્યાજ દર 4.00%થી વધીને 6.25% થઈ ગયો. આવી સ્થિતિમાં, ઘણી બેંકોએ તેમના MCLRમાં વધારો કર્યો છે.


MCLR Hike Loan Costly:


દેશમાં ફુગાવાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંકે વર્ષ 2022ના મે મહિનાથી અત્યાર સુધીમાં કુલ 5 વખત વ્યાજ દરમાં વધારો કર્યો. આ વર્ષે રિઝર્વ બેંકના વ્યાજ દરમાં 2.25 ટકાનો વધારો થઇ ચુક્યો છે. છેલ્લે 7 ડિસેમ્બર, 2022ના રોજ રિઝર્વ બેંકે તેના વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા પછી, ઘણી બેંકોએ તેમની લોનના વ્યાજ દર અને FDના  દરમાં વધારો કર્યો છે. હવે આ યાદીમાં  હવે વધુ બે બેંકોના નામ પણ સામેલ થયા છે. આ બેંકો IndusInd Bankઅને RBL Bank છે. આ બંને બેંકોએ તેમના ધિરાણના દરમાં વધારો કર્યો છે. જાણો બંને બેંકોના નવા MCLRમાં કેટલો વધારો થયો સાથે નવા દરો ક્યારથી અમલમાં આવ્યા.


IndusInd Bankનું નવું MCLR:


ઈન્ડસઈન્ડ બેંકે તેના MCLRમાં 5 થી 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા પછી જ ગ્રાહકો પર EMIનો ભાર વધશે. બેંકના નવા દરો 22 ડિસેમ્બર, 2022થી અમલમાં મુકાઇ ગયા છે. બેંક રાતોરાત લોન પર 8.80% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. ત્યારે જ એક 1 મહિના માટે લોનનો MCLR વધીને 8.85% થઈ ગયો. તે જ સમયે, 3-મહિના માટે  MCLR 9.20%, 6-મહિનાનો MCLR 9.60%, 1-વર્ષનો MCLR 9.95% , 2-વર્ષનો અને 3-વર્ષનો MCLR 10.15% પર પહોંચી ગયો છે.


RBL બેંકનું નવું MCLR:


RBL બેંકે તેના LCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ લોનના વ્યાજદરમાં વધારો થયો છે. આ વધારો નવા અને જૂના બંને ગ્રાહકોને લાગુ પડશે. બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, RBL બેંકનો રાતોરાત MCLR 8.70 % પર પહોંચી ગયો છે. જ્યારે 1 મહિનાનો MCLR ઘટીને 8.80 %, 3 મહિનાનો MCLR 9.10%, 6 મહિનાનો MCLR 9.50% અને 1 વર્ષનો MCLR 9.90% થયો છે.
 
આખરે શું છે Marginal Cost of Funds Based Lending Rate?


જણાવી દઈએ કે, હાલમાં તમામ ફ્લોટિંગ રેટ લોન MCLR અથવા એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ સાથે જોડાયેલ છે. એપ્રિલ 2016માં MCLR લાગુ કરવામાં આવ્યો હતો. આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર, કોમર્શિયલ બેંકો હવે બેઝ રેટને બદલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે MCLRના આધારે લોન આપે છે. MCLR નક્કી કરવા માટે ભંડોળની સીમાંત કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ છે. વ્યાજદરમાં કોઈપણ ફેરફાર સાથે ફંડ્સની સીમાંત કિંમત બદલાય છે. જ્યારે ફ્લોટિંગ રેટ પર ગ્રાહકો દ્વારા લેવામાં આવેલી લોન રીસેટ કરવામાં આવે છે, ત્યારે ગ્રાહકોની લોનના વ્યાજ દરો નવા MCLRના આધારે નક્કી કરવામાં આવશે, જેના કારણે તેમનું EMI મોંઘુ થઈ જશે.