Home Loan EMI:  જો તમે તમારા ઘર, કાર અને પર્સનલ હોમ લોનના EMI ને નથી ભરતા તો તે તમારી ક્રેડિટ પ્રોફાઇલ પર નકારાત્મક અસર કરશે. આ સાથે તમારે દંડ વગેરેનો પણ સામનો કરવો પડશે. આ લેખમાં, અમે તમને જણાવીશું કે જો તમે EMIમાં વિલંબ કરશો તો તમારે કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે.


જો લોનની EMI મોડી થાય તો શું થાય ? 


લેટ પેમેન્ટ ચાર્જીસઃ જો તમે તમારી હોમ લોનના EMI ચુકવતા નથી તો તમારી પાસેથી બેંક લેટ પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે.  આ લેટ પેમેન્ટ ચાર્જ દરેક બેંકોમાં અલગ-અલગ લેવામાં આવતો હોય છે.  તે નિશ્ચિત રકમ અથવા બાકી EMIની ટકાવારી પર આધાર રાખે છે. જ્યારે તમે હોમ લોનના હપ્તા નથી ભરતા ત્યારે તમારી પાસેથી બેંક લેટ પેમેન્ટ  ચાર્જીસ વસૂલ કરે છે. 


કૉલ અને મેસેજઃ જો તમે EMI જમા કરાવતા નથી, તો બેંક દ્વારા કૉલ્સ, મેસેજ અને ઈમેલ કરવામાં આવે  છે. બીજી તરફ, જો તમે સતત EMI ચૂકવતા નથી તો બેંક દ્વારા તમારું એકાઉન્ટ પણ NPA માં મૂકી શકાય છે. આ સાથે બેંક તમને EMI ભરવા અને બાકી ચૂકવણી વિશેની માહિતી સાથેનો પત્ર પણ મોકલી શકે છે.


ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી: જો તમે EMIમાં વિલંબ કરો છો તો તમને ભવિષ્યમાં ક્રેડિટ કાર્ડ, નવું ઘર, કાર લોન મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે લોન લેનારને બેંક તરફથી વધુ જોખમની શ્રેણીમાં મૂકવામાં આવશે. આ સિવાય જો બેંક લોન આપે છે તો તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.


ક્રેડિટ સ્કોર: જો તમે તમારી હોમ લોનના EMI સમયસર ચૂકવતા નથી. તેના કારણે તમારા ક્રેડિટસ્કોર પર ખરાબ અસર પડે છે. બેંક લોનના હપ્તા સમયસર ન ભરવાના કારણે ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડે છે. ખરાબ ક્રેડિટ સ્કોરને કારણે તમને બીજી લોન માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 750 થી ઉપરનો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે. સમયસર હોમ લોનના હપ્તા ભરવામાં ન આવે તો ક્રેડિટ સ્કોર ડાઉન થાય છે.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial