Atal Pension Yojana: કેન્દ્ર સરકાર દેશના દરેક વર્ગ માટે અલગ-અલગ યોજનાઓ લઈને આવતી રહે છે. કરોડો લોકોને વૃદ્ધાવસ્થાના તણાવ અને ટેન્શનમાંથી મુક્ત થવા માટે સરકારે વર્ષ 2015માં અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દર મહિને એક ચોક્કસ રકમ જમા કરીને, ખાતાધારકો વાર્ષિક 60,000 રૂપિયા એટલે કે 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકે છે. અમે તમને આ યોજનાની વિગતો અને પાત્રતા (APY વિગતો) (APY Details) વિશે માહિતી આપી રહ્યા છીએ.


શું છે અટલ પેન્શન યોજના ?
આ એક સરકાર સમર્થિત પેન્શન યોજના (Pension Scheme) છે જે ખાસ કરીને ગરીબ અથવા ઓછી આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવી છે. 18 થી 40 વર્ષની વયના લોકો જે કરદાતા (Taxpayer) નથી તેઓ આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ તમને 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. નોંધનીય છે કે આ યોજનામાં 5 કરોડથી વધુ લાભાર્થીઓ છે.


કેટલું કરવું પડશે રોકાણ - 
અટલ પેન્શન યોજના હેઠળ, 18 થી 40 વર્ષની વયના લોકો યોજનામાં રોકાણ કરીને 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવી શકે છે. જો તમે 18 વર્ષની ઉંમરે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન તરીકે 1,000 રૂપિયા મળશે. 2,000 રૂપિયા પેન્શન મેળવવા માટે 84 રૂપિયા, રૂપિયા 3,000 પેન્શન મેળવવા માટે રૂપિયા 126, રૂપિયા 4,000 પેન્શન મેળવવા માટે રૂપિયા 168 અને રૂપિયા 5,000 પેન્શન મેળવવા માટે રૂપિયા 210. નોંધનીય છે કે આ એક રોકાણ આધારિત પેન્શન સ્કીમ છે, જેમાં તમને જમા થયેલી રકમ અનુસાર પેન્શનનો લાભ મળે છે.


60 થી પહેલા થઇ જાય લાભાર્થીનું મૃત્યુ ?
જો કોઈ લાભાર્થી 60 વર્ષ પહેલા મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં તેના જીવનસાથીને પેન્શનનો લાભ મળતો રહેશે. બીજીબાજુ જો કોઈ વ્યક્તિના જીવનસાથીનું પણ મૃત્યુ થાય છે, તો આવામાં નૉમિનીને એકસાથે રકમનો લાભ મળે છે.


કઇ રીતે ઉઠાવી શકો છો યોજનાનો લાભ  - 
- આ ખાતાને તમે કોઇપણ બેન્ક કે પૉસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો.
- સૌથી પહેલા બેન્ક કે પૉસ્ટ ઓફિસમાં જઇને અરજી ફોર્મ ભરો.
- આ પછી પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર નોંધો.
- આ પછી પોતાની બેન્ક ડિટેલ્સને જમા કરો જેથી દર મહિને તે એકાઉન્ટમાંથી ચોક્કસ રકમ ઓટોમેટિકલી કપાઇને યોજનામાં જમા થઇ જાય.