Validity Extender Plans: જો તમે એકથી વધુ સિમનો ઉપયોગ કરો છો, અને નંબર માટે બેસ્ટ એક્સ્ટેન્ડર પ્લાન ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે. 


જિઓ વેલિડિટી એક્સ્ટેન્ડર જેવો કોઇ પ્લાન નથી આપતુ, આના રિચાર્જ પ્લાનના લિસ્ટમાં સૌથી સસ્તુ રિચાર્જ 209 રૂપિયાનું છે, જેમાં યૂઝર્સને ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે.


તમે ડેટા યૂઝ નથી કરવા માંગતા, તો જિયોને વેલ્યૂ પ્લાન તમારા માટે સારો રહેશે, આમાં તમને 84 દિવસની વેલિડિટીની સાથે 6GB ડેટા, 1000 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે. 


જો વૉડા-આઇડિયાના નંબરને એક્ટિવેટ રાખવા માટે રિચાર્જ પ્લાન જોઇએ, તો તમારા માટે 111 રૂપિયાનો પ્લાન ઠીક રહેશે, જેમાં તમને 99 રૂપિયાનો ટૉક ટાઇમ આપવામાં આવે છે. જેની વેલિડિટી એક મહિના માટે હોય છે, આમાં તમને માત્ર 200 MB ડેટા આપવામાં આવશે, એસએમએસ બિલકુલ નહીં. 


એરટેલના રિચાર્જ પ્લાનમાં પણ તમને Vi જેવો 111 રૂપિયાનો પ્લાન મળે છે, પરંતુ આમાં આખા 111 રૂપિયાનો ટૉક ટાઇમ, જેની વેલિડિટી એક મહિના અને ડેટા પણ 200 MB. જો તમે મેસેજ કરો છો, તો 1 રૂપિયા પ્રતિ મેસેજ અને 1.50 રૂપિયા એસટીડી મેસેજ માટે આપવા પડે છે. 


બીએસએનએલ નંબરને રિચાર્જ કરાવવા માટે તમારે 298 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે, જેમાં 52 દિવસની વેલિડિટીની સાથે ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ મળે છે. 


 
ભારતીય એરટેલ દેશભરમાં પોતાની 5G નેટવર્ક સર્વિસને રૉલઆઉટ કરવામાં લાગી છે, એરટેલની સાથે જિયોએ પણ પોતાની 5G સર્વિસને ભારતમાં કેટલાય શહેરો સુધી પહોંચાડી રહી છે. હવે એરટેલે ઇન્ફાલ, અમદાવાદ, અને ગાંધીનગરમાં 5G લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. Airtel 5G Plus ભારતમાં એકમાત્ર ટેલિકૉમ ઓપરેટર છે જેને દેશમાં 5G વ્યવસાયિક રીતે લૉન્ચ કર્યુ છે. Airtelના કૉમ્પિટીટર Reliance Jio હજુ પણ બીટા ફેઝમાં પોતાના Jio True 5G ને રૉલ આઉટ કરી રહી છે. આનું ટેસ્ટિંગ ક્યાર ખતમ થશે, આના વિશે પણ એરટેલ કોઇ જાણકારી નથી આપી.