Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન સામાન્ય માણસ ફરી નિરાશ થયો હતો. મધ્યમ વર્ગ લગભગ 8 વર્ષથી ટેક્સ સ્લેબમાં ફેરફારની અપેક્ષા રાખી રહ્યો છે. પરંતુ તેમને રાહત કેમ ન મળી તેનો જવાબ નાણામંત્રીએ મહાભારતના એક શ્લોકમાંથી આપ્યો. નાણામંત્રીએ મહાભારતના એક શ્લોકનું ઉદાહરણ આપતા કહ્યું કે રાજાએ કોઈ પણ પ્રકારની ઢીલાશ કર્યા વિના ધર્મ અનુસાર કર વસૂલવો જોઈએ.


દેશના કરદાતાઓનો આભાર માનતા નાણામંત્રીએ કહ્યું કે, તેઓએ જરૂરિયાતના સમયે સરકારના હાથ મજબૂત કર્યા છે. નિર્મલા સીતારમણે કહ્યું, 'હું દેશના તમામ કરદાતાઓનો આભાર વ્યક્ત કરવાની આ તક લેવા માંગુ છું, જેમણે અપાર સહકાર આપ્યો છે અને જરૂરિયાતની આ ઘડીમાં તેમના સાથી નાગરિકોને મદદ કરીને સરકારના હાથ મજબૂત કર્યા છે.


મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 72ના શ્લોક 11નું વાંચન કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું,


दापयित्वाकरंधर्म्यंराष्ट्रंनित्यंयथाविधि।


अशेषान्कल्पयेद्राजायोगक्षेमानतन्द्रितः॥११॥


તેનો અર્થ એવો થાય છે કે 'રાજાએ કોઈ પણ પ્રકારની ઢીલાશ વિના ધર્મ પ્રમાણે કર વસૂલવાની સાથે રાજધર્મ પ્રમાણે શાસન કરીને પ્રજાના કલ્યાણ માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.'


નિર્મલા સીતારમણે કહ્યું, "આપણા પ્રાચીન ગ્રંથોમાંથી જ્ઞાન અને માર્ગદર્શન મેળવીને અમે વિકાસના માર્ગ પર આગળ વધ્યા છીએ. આ બજેટના પ્રસ્તાવોનો હેતુ સ્થિર અને જાણીતી કર પ્રણાલીની આપણી જાહેર થયેલી નીતિને વળગી રહેવાનો છે અને વધુ સુધારા લાવવાનો છે. જે એક વિશ્વસનીય કર પદ્ધતિને સ્થાપિત કરવાના અમારા સંકલ્પને આગળ વધારશે. જે કર પદ્ધતિને વધુ સરળ બનાવશે, કરદાતાઓને સ્વૈચ્છિક પાલન માટે પ્રોત્સાહિત કરશે.


આ પણ વાંચોઃ


Union Budget 2022: ગુજરાતની કઈ મોટી નદીઓને લિંક કરવામાં આવશે ? જાણો બજેટમાં શું થઈ જાહેરાત


Union Budget 2022: બજેટમાં ધરતીપુત્રોને શું મળ્યું ?  જાણો 10 મોટી વાતો


Union Budget 2022: બજેટ દરમિયાન નાણામંત્રીએ પહેરેલી સાડી છે ખાસ, જાણો કેમ કરી પસંદગી


Union Budget 2022:  બજેટને લઈ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શું કહ્યું ?