નવી દિલ્હીઃ કોરોના કાળમાં વધુ એક કારે ભારતીય માર્કેટમાં એન્ટ્રી મારી છે. જી હા, આ છે મહિન્દ્રાની સૌથી દમદાર કાર. મહિન્દ્રાએ BS6 એન્જિનની સાથે નવી મરાજો MPV કારને લૉન્ચ કરી દીધી છે. આનું એન્ટ્રી લેવલ વેરિએન્ટ M2 છે, જ્યારે મિડ સ્પેશિફિકેશન વાળુ વેરિએન્ટ M4+ છે. આ ઉપરાંત ટૉપ વેરિએન્ટ M6+ છે. કંપનીએ BS6 અપગ્રેડની સાથે મરાજોના ટૉપ M8 વેરિએન્ટને બંધ કરી દીધુ છે.


Mahindra Marazzo MPVની ખાસિયતો...
BS6 એન્જિનની સાથે લૉન્ચ કરવામાં આવેલી આ કારમાં 1.5 લીટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યુ છે, જે 3,500rpm પર 121 bhpનો પાવર અને 1,750-2,500rpm પર 300 Nmની પીક ટૉર્ક જનરેટ કરે છે. મહિન્દ્રાની આ કાર 4,585mm લાંબી, 1,866mm પહોળી અને 1,774mm ઉંચી છે. આ કારના વીલબેઝ 2,760mm છે.

મહિન્દ્રા મરાજોમાં ડ્રાઇવર અને કો-ડ્રાઇવર સીટ્સ માટે લંબર સપોર્ટ, ડ્રાઇવર સીટ માટે હાઇટ એડજ્સટેબલ, ઓટોમેટિક AC, ફોલો-મી હૉમ હેડલેમ્પ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ કાર GPS નેવિગેશનની સાથે 7 ઇંચ ટચસ્કર્ીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને રિયર પાર્કિંગ કેમેરાવાળી છે. ની મહિન્દ્રા મરાજા, મેરનર મરુન, આઇસબર્ગ વાઇટ, શિમરિંગ સિલ્વર, ઓસનિક બ્લેક અને એક્વા મરીન કલર ઓપ્શન્સમાં ખરીદવાનો મોકો મળશે.



કિંમત
દિલ્હીના એક્સ-શૉરૂમમાં BS6 એન્જિન વાળી નવી મરાજોની શરૂઆતી કિંમત 11.25 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કિંમત મહિન્દ્ર મરાજોના M2 વેરિએન્ટની છે. વળી આના M4+ વેરિએન્ટની કિંમત 12.37 લાખ રૂપિયા છે, જ્યારે આના M6+ ટૉપ વેરિએન્ટની કિંમત 13.51 લાખ રૂપિયા સુધીની છે. મહિન્દ્ર મરાજોના M2 અને M4+ વેરિએન્ટમાં 215/65 સેક્શન ટાયર્સની સાથે 16 ઇંચ વીલ્સ શૉડ આપવામાં આવ્યા છે. જ્યારે ટૉપ M6+ વેરિએન્ટમાં 215/60 સેક્શન ટાયર્સમાં 17 ઇંચ વીલ્સ રેપ્ડ આપવામાં આવ્યા છે.

મહિન્દ્રાની આ મહિન્દ્રા મરાજો કારનો મુકાબલો સીધે સીધો ટોયોટાની ઇનોવા ક્રિસ્ટા સાથે થાય તેમ મનાય છે. કારણ કે ઇનોવા ક્રિસ્ટા અને મરાજોની ખાસિયતો લગભગ સરખી છે.