નવી દિલ્હી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સંસ્પેન્શન કમ્પોનેન્ટમાં ખામી આવતા પોતાની XUV 300ની લિમિટેડ બેચ કારને પાછી મંગાવવાનો નિર્ણય કર્યો છે. કપંનીએ રેગ્યુલેટરી ફાઇલિંગ દ્વારા આ જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કંપની દ્વારા ખામીયુક્ત કમ્પોનેન્ટને ઠીક કરવા માટે 19 મે 2019 સુધી નિર્મિત તમામ કૉમ્પેક્ટ એક્સયુવી 300ની લિમેટેડ બેચને પરત મંગાવવામાં આવી રહી છે.



કંપની દ્વારા જાહેર કરેલા એક આધિકારિક નિવેનદમાં જણાવ્યું કે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના ગ્રાહકોનું ખાસ ધ્યાન રાખે છે અને હંમેશા ગ્રાહકો માટે વિચારે છે. કંપનીએ કહ્યું છે કે આ XUV 300 મૉડલ્સનું ઇન્સ્પેક્શન અને તેને સુધારવાનું કામ ગ્રાહકો માટે મફત રહેશે. જો કે કંપનીએ અત્યાર સુધી રિકોલ કરવામાં આવેલી ગાડીઓની સંખ્યા જણાવી નથી.

ઉલ્લેખનીય છે કે XUV 300ન કુલ 13 વેરિએન્ટમાં ઉપલબ્ધ થછે. જેની કિંમત 8.1 લાખ રૂપિયાથી લઈ 11.79 લાખ રૂપિયા સુધી છે. સાથે જ મહિન્દ્રાએ આ કારને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરી હતી.