નવી દિલ્હીઃ આજે નાણાંકીય વર્ષ 2020-21નો અંતિમ દિવસ છે. આવતીકાલ એટલે કે નાણાંકીય વર્ષ 2021-22ની શરૂઆત થતા જ બેંક સાથે જોડાયેલ અનેક નિયમો બદલાઈ જશે અને આ નિયમો બદલાવાને કારણે તમારા ખિસ્સા પર તેની સીધી અસર પડવાની છે. પાન કાર્ડ, ઈપીએફ અને જૂની ચેક બુકને લઈને નિયમો બદલાઈ રહ્યા છે. સાથે જ એક એપ્રિલથી વીમાનમાં પ્રવાસ કરવા પર તમારે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. આવતીકાલથી સ્ટીલની કિંમત પણ વધશે. જાણો શુ શું બદલાઈ રહ્યું છે.....
બેંક સાથે જોડાયેલ નિયમ
Pan card- જો તમે આજે તમારું પાનન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું તો આવતી કાલ એટલે કે 1લી એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે. અને ફરીથી સક્રીય કરાવવા પર દંડ ભરવો પડશે. નવા કાયદા અનુસાર આ બન્ને દસ્તાવેજોનો લિંક ન કરાવવા પર 1000 રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. આ લેટ ફી એક નિષ્ક્રિય પાન કાર્ડ રાખવા પર લાગનારી પેનલ્ટીથી અલગ હશે.
Cheque Book- આવતીકાલથી દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક, યૂનાઈટેડ બેંક ઓફ અલાહબાદ બેંકની જૂની ચેકબુક માન્ય નહીં રહે. આ તમામ બેંકોનું મર્જર થઈ ગયું છે. જોકે સિન્ડીકેટ બેંકની ચેકબુક ત્રણ જૂન સુધી માન્ય રહેશે.
Income Tax Return- નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં ઇનકમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી હતી. જે અનુસાર એક એપ્રિલથી 75 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરન વરિષ્ટ નાગરિકોએ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈનલ કરવામાંથી છૂટ મળશે.
TDS- એક એપ્રિલથી ફ્રાલાન્સર્સ, ટેક્નિકલ સહાયક જેવા નોન સેલેરાઈડ ક્લાસના લોકોએ વધારે ટેક્સ આપવો પડી શેક છે. હાલમાં આ લોકોની કમાણી પર 7.5 ટકા ટીડીએસ લાગતો હતો, જે હવે 10 ટકા લાગશે. બીજી બાજુ આવકવેરાની કલમ 206 બી અંતર્ગત જે લોકો રિટર્ન નહીં ભરે તેને એક એપ્રિલ બાદ બેગણો ટીડીએસ ભરવો પડી શકે છે.
EPF- આવકવેરા વિભાગની નવી જોવઆઈ અનુસાર, એક એપ્રિલથી પીએફમાં વાર્ષિક અઢી લાખથી વધારે જમા રકમ પર મળનાર વ્યાજ પર ટેક્સ લાગશે. મોટી વાત એ છે કે દર મહિને બે લાખ રૂપિયાથી વધારે પગાર ધરાવતા લોકો તેની અંતર્ગત આવશે.