Stock Market Closing, 17th April 2023: ત્રણ દિવસની રજાઓ બાદ આ અઠવાડિયાનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેર માર્કેટ માટે એકદમ ખરાબ રહ્યો. ઈન્ફોસીસની આગેવાની હેઠળના આઈટી શેરોમાં ભારે ઘટાડાથી બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજાર પણ નીચલા સ્તરેથી રિકવર થયું હતું. એક સમયે સેન્સેક્સ 1000 પૉઈન્ટ અને નિફ્ટીમાં 254 પૉઈન્ટ્સનો ઘટાડો થયો હતો જોકે, બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે બજાર સુધર્યું હતું અને આજના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 524 પૉઈન્ટ ઘટીને 60,000ની નીચે 59,896 પર આવી ગયો હતો. નિફ્ટી 126 પૉઈન્ટના ઘટાડા સાથે 17,701 પૉઈન્ટ પર બંધ રહ્યો હતો.


સેક્ટરોની સ્થિતિ 
આજના ટ્રેન્ડમાં બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ જેવા સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. વળી, આઈટી, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. સ્મૉલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે.


રોકાણકારોની સંપતિ વધી 
આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિના આંકડામાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265.94 લાખ કરોડ થયું છે, વળી, અગાઉના ટ્રેડિંગ સેશનમાં તે 265.93 લાખ કરોડ હતું.


 


શેરબજાર ઊંધે માથે પટકાયું, રોકાણકારોને 35 હજાર કરોડનું નુકસાન, આ છે કડાકાના 5 કારણો


આજના કડાકામાં રોકાણકારોને અંદાજે 35 હજાર કરડોનું નુકસાન ગયું છે. 13 એપ્રિલે જ્યારે બજાર બંધ થયું ત્યારે બીએસઈનું કુલ માર્કેટ કેપ 26593889 કરોડ રૂપિયા હતું જે અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં 2,65,59,028 કરોડ રૂપિયા છે.



  1. આઇટી કંપનીઓના નબળા પરિણામો


આજે બજારને નીચે લાવવામાં IT કંપનીઓનો મુખ્ય ફાળો રહ્યો છે. TCS પછી, ઇન્ફોસિસના નબળા ત્રિમાસિક પરિણામે IT શેરોમાં વેચવાલી શરૂ કરી છે. આ કારણે આજે આઈટી ઈન્ડેક્સ લગભગ 6.5% ઘટ્યો છે. કેટલાંક બ્રોકરેજોએ ઈન્ફોસિસ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે અને તેમના લક્ષ્ય ભાવમાં ઘટાડો કર્યો છે. જેના કારણે આજે બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.



  1. HDFC બેંકની આવકમાં ઘટાડો


HDFC બેંકે ચોથા ક્વાર્ટર માટે નબળા પરિણામો જાહેર કર્યા છે. બેંકનો નફો અને ચોખ્ખી વ્યાજની આવકમાં વૃદ્ધિ અપેક્ષા કરતાં ઓછી રહેવાની અસર પણ આજે બજારમાં જોવા મળી હતી. એચડીએફસી બેંકનો શેર લગભગ 2 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં HDFCનો મોટો ફાળો છે.



  1. વૈશ્વિક બજારોમાં મંદી


વૈશ્વિક બજારોમાં મંદીની અસર બજારના સેન્ટિમેન્ટ પર પણ પડી હતી. જાપાનનો નિક્કી ફ્લેટ હતો, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.2%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2% અને હોંગકોંગનો હેંગસેંગ 0.2% ડાઉન હતો. યુએસ માર્કેટમાં પણ સુસ્તી છે. તેની અસર આજે ભારતીય બજાર પર જોવા મળી છે.



  1. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ


ભારતીય શેરબજારમાં છેલ્લા 9 ટ્રેડિંગ સેશનથી તેજી રહી હતી. જેના કારણે આજે રોકાણકારોએ નફો બુક કર્યો હતો. જેના કારણે બજારમાં કડાકો બોલી ગયો.



  1. ટેકનિકલ કારણો


શેરબજારના ટેકનિકલ વિશ્લેષકોના મતે ભારતીય બજારમાં તાજેતરની તેજી ખૂબ જ તેજ હતી. જેના કારણે બજારો ઓવરબૉટ થઈ ગઈ હતી. નિફ્ટીએ 17700 - 17600 ની સપાટી તોડી છે. આવી સ્થિતિમાં નિફ્ટી ફરી એકવાર 17,500ના સ્તરને સ્પર્શી શકે છે.