નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ઇન્ડિયા ભારતમાં મિડ સાઇઝ સેડાન સિયાઝ 2018ના મોડેલમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કારના પેટ્રોલ અને ડીઝલ વર્ઝન પર 60 હજાર રૂપિયાની રોકડ રકમ અને 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ સહિત આકર્ષક ઓફરો આપવામાં આવી રહી છે.
સિયાઝ ભારતમાં સેડાન કારોમાં ખૂબ લોકપ્રિય કાર છે. જેને કંપની ટૂંક સમયમાં જ ભારતમાં 1.5 ડીઝલ એન્જિન સાથે માર્કેટમાં રજૂ કરશે. મારુતિ સિયાઝ ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારમાં ઉપલબ્ધ છે. તેના ડીઝલ એન્જિનમાં 1248 સીસી એન્જિનની ક્ષમતા છે, જ્યારે તેની પેટ્રોલ વેરિએન્ટની ક્ષમતા 1462 સીસી છે. મારુતિ સિયાઝ ઓટોમેટિક અને મેન્યુઅલ બન્ને ટ્રાન્સમિશન ગિઅરબોક્સમાં ઉપલબ્ધ છે. જેની લંબાઇ 4490 મીમી, પહોળાઈ 1730 મીમી અને વ્હીલબેઝ 2650 મીમી છે.
કિંમતની વાત કરીએ તો ભારતીય બજારમાં સિયાઝની શરુઆતી કિંમત 8.19 લાખ રુપિયાથી શરુ થઇને 11,02 લાખ રૂપિયા સુધી છે. તે માઇલેજના કિસ્સામાં પણ આ કારની કોઇ હરિફાઇ નથી. કંપનીએ નવી Ciaz ડીઝલ મેનુઅલ વેરિએન્ટ એક લીટરમાં 28.09 કિમી અને પેટ્રોલ મેનુઅલ વેરિએન્ટ 21,56 કિ.મી. પ્રતિલિટરનું માઇલેજ આપે છે.
આ ઉપરાંત કંપની દ્વારા 2018ના વેચાયા વગરના અન્ય મોડલના સ્ટોક પર પણ તગડું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં અલ્ટો 800 પર 55 હજાર, અલ્ટો કે 10 પર 55 હજાર, સેલેરિયો પર 55 હજાર, ઓમની પર 20 હજાર, ડિઝાયર પર 50 હજાર, સ્વિફ્ટ પર 40 હજાર, બ્રેઝા પર 25 હજાર, ઇગ્નિસ પર 68 હજાર, બલેનો પર 68 હજાર ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે.