નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ગુરુવારે હોતાની હેચબેક કાર બલેનોની કિંમતમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ પ્રીમિયમ હેચબેકના પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિયન્ટની કિંમતમાં 15 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ કિંમત તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવી છે.

આ વધારા બાદ એક લીટર બૂસ્ટર જેટ પેટ્રોલ એન્જિન વાળી બલેનો આરએસ હવે 8.88 લાખ રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 8.76 લાખ રૂપિયા હતી. કંપનીએ ગુરૂવારે ભાવ વધારા અંગેની માહિતી આપી છે.



ડીઝલ રેન્જવાળી બલેનોની કિંમત 6.73 લાખથી 8.73 લાખ રૂપિયાની વચ્ચે હશે. અગાઉની રેન્જ 6.61 લાખથી 8.60 લાખ રૂપિયા હતી. કંપનીએ કિંમતોમાં વધારો કરવાનું કારણ જણાવ્યું નથી. મારૂતિએ આ સપ્તાહમાં 5.58 લાખથી 8.9 લાખ રૂપિયાની રેન્જમાં બીએસ-6 સ્ટાન્ડર્ડ ધરાવતી કાર લોન્ચ કરી હતી.