નવી દિલ્હીઃ PNB 30 એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ PNB Kitty બંધ કરવા જઈ રહી છે. પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે, જેના દ્વારા ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. તેમાં કોમ્પ્યૂટ કે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી કરવાનું પણ સામેલ છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગની જગ્યાએ પીએનબી કિટી દ્વારા પેમેન્ટ કરી શકાય છે. તેમાં નેટબેન્કિંગનો પાસવર્ડ કે કાર્ડની જાણકારી કોઈની સાથે શેર કરવાની નથી હોતી. પીએનબીની મોબાઈલ વોલેટ PNB Kitty બંધ થવા જઈ રહી છે.




PNBએ PNB Kittyના યુઝર્સને કહ્યું છે કે તે પોતાના વોલેટમાં પડેલા રૂપિયા 30 એપ્રિલ પહેલા કા તો ખર્ચ કરી નાખે કા તો IMPS દ્વારા ટ્રાન્સફર કરી નાખે. કારણકે બેન્કે PNB Kittyને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, PNB Kitty વોલેટને ત્યારેજ બંધ કરી શકાય છે જ્યારે તેનું બેલેન્સ શૂન્ય થઈ જાય. જો બેલેન્સ શૂન્ય ન હોય તો યૂઝર્સ તેને ખર્ચ કરી શકે છે કા તો IMPSના માધ્યમથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.