નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની એમપીવી અર્ટિગાનું નવું વેરિયન્ટ બજારમાં ઉતાર્યું છે. કારમાં મારુતિએ 1.5 લિટર ડીઝલન એન્જિન આપ્યું છે, જે સિયાઝમાં આપવામાં આવ્યું હતું. મારુતિની પ્રીમિયમ સેડાન કાર સિયીઝની જેમ જ અર્ટિગાનું 1.5 લિટર ડીઝલ એન્જિન વિકલ્પ બેસ વેરિયન્ટમાં ઉપલબ્ધ નહીં હોય. ઉપરાંત મારુતિ એરિના ડીલરશિપ અંતર્ગત અર્ટિગા 1.5 અને અર્ટિગા 1.3 લિટર વેરિયન્ટ પણ સેલ માટે ઉપલબ્ધ રહેશે. નવી અર્ટિગા 1.5 લિટર ડીઝલની કિંમત 29 રૂપિયા વધારે છે.



VDi મોડેલની કિંમત 9.86 લાખ રૂપિયા છે. તો મારુતી ZDi મોડેલની કિંમત 10.69 લાખ રૂપિયા અને ZDi+ 11.20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવા અવતારમાં મારુતિ આર્ટિગા હર્ટેક પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલી કાર છે. કંપનીએ તેના નવા એમપીવીમાં 45 લિટરની ટાંકી આપી છે. ડિઝાઇનમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.



પાવર વિશે વાત કરીએ તો નવી અર્ટિગામાં સેડાનનું નવું 1.5-લિટર ડીડીઆઇએસ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 4000 આરપીએમ પર 95 હોર્સપાવરની તાકાટ અને 1500થી 2500 આરપીએમ પર 225 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જેની સાથે કંપનીએ 6 સ્પીડ યૂનિટવાળું મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યું છે. એઆરએઆઈ રેટ અનુસાર નવી અર્ટિગાની માઈલેજ 24.2 કિલોમીટર પ્રતિ લિટર છે, જ્યારે સિાજની માઈલેજ 26.82 કિલોમીટર પ્રતિ લિટર છે.