MG Hectorનું આજથી ફરી બુકિંગ શરૂ, સાથે ગ્રાહકોને કંપનીએ આપ્યો ઝટકો
abpasmita.in
Updated at:
29 Sep 2019 02:28 PM (IST)
વધતી ડિમાન્ડને જોતા કંપની હાલમાં પ્રોડક્શન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ એમજી હેક્ટર SUVના દિવાનાઓ માટે ખુશખબર છે. એમજી મોટર ઇન્ડિયા પોતાની એસયૂવી હેક્ટરનું બુકિંગ આજથી ફરીથી શરૂ કરી દીધું છે. કંપની અનુસાર, થોડા સમય માટે ફરીથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં જો તમે એમજી મોટર્સની હેક્ટરની રાહ જોઇ રહ્યા છો તે આજે જ બુકિંગ કરી લો. કંપનીએ નવરાત્રીના અવસર પર ફરીથી બુકિંગ ચાલુ કરી દીધું છે. વધતી ડિમાન્ડને જોતા કંપની હાલમાં પ્રોડક્શન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
વાસ્તવમાં 27 જૂનના રોજ લોન્ચ થયેલી આ એસયુવીની છ સપ્તાહમાં 28000થી વધુ બુકિંગ થયું છે. જેના કારણે કાર કંપનીએ બુકિંગ બંધ કરવું પડ્યું હતું અને ગુજરાતના હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધારવુ પડ્યુ હતું. કંપનીની વેબસાઇટ અને ડીલરશીપ પર 50 હજાર રૂપિયામાં હેક્ટરનું બુકિંગ કરવામાં આવી શકે છે. જોકે, એમજી મોટર ઇન્ડિયાએ બુકિંગ શરૂ કરવાની સાથે જ હેક્ટરની કિંમતમાં 2.5 ટકા સુધીનો વધારો કર્યો છે.
હાલના સમયમાં વાહનનું વેઇટિંગ સમયગાળો લગભગ ચાર મહિના થઇ ગયો છે અને આ વેરિયન્ટ, ટ્રાન્સમિશન અને રંગની પસંદ પર નિર્ભર કરે છે. રસપ્રદ વાત એ છે કે ઓટો સેક્ટરમાં ચાલી રહેલી મંદી છતાં કંપનીએ ગુજરાતમાં સ્થિત પોતાના પ્લાન્ટમાં હેક્ટરના પ્રોડક્શનને વધારીને 3000 યુનિટ કરી દીધો છે.
MG Motor Indiaમાં ચીફ કોમર્શિયલ ઓફિસર ગૌરવ ગુપ્તાએ કહ્યું કે, અમે એમજી સેક્ટરને મળેલી પ્રક્રિયાથી ઉત્સાહિત છીએ. ગ્રાહકોના સંતોષ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના હિસ્સાના રૂપમાં અમે પહેલા ગ્રાહકો માટે ખૂબ વિશેષ શરૂઆતી કિંમતને જાળવી રાખવાની યોજના બનાવી રહ્યા હતા જેમણે લોન્ચ દરમિયાન એમજી બ્રાન્ડમાં પુરો વિશ્વાસ જાહેર કર્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -