નવી દિલ્હીઃ Maruti Suzuki XL6 આજે ભારતીય બજારમાં લોન્ચ થશે. આ 6 સીટર પ્રીમિયમ MPV (મલ્ટી પરપઝ વ્હીકલ) છે. મારુતિ XL6 કંપનીની 7 સીટર અર્ટિગા પર આધારિત છે, પરંતુ તેની સ્ટાઇલિંગ અર્ટિગા કરતાં અલગ છે. XL6ને મારુતિ સુઝુકીની પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે. આ પ્રીમિયમ એમપીવીની શરૂઆતની કિંમત 9.5 લાખ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના છે.

અર્ટિગાની સામે XL6માં નવી એલઈડી હેડલાઈટ્સ, નવા શેપમાં બોનેટ અને નવી ડિઝાઈનમાં અર્ટિગાથી મોટી ગ્રિલ આપવામાં આવી છે. મોટી ગ્રિલ અને પ્લાસ્ટિક ક્લેડિંગની સાથે આપવામાં આવેલ નવી ડિઝાઈનના બમ્પર કારના ફ્રન્ટ લુકને વધારે શાનદાર બનાવે છે. ગ્રિલની વચ્ચે લાંબી ક્રોમ પટ્ટી છે, જે હેડલાઈટ યૂનિટમાં આપવામાં આવેલ એલઈડી ડીઆરએલ (ડેટાઈમ રનિંગ લાઈટ્સ)માં મળે છે. એક્સએલ6ના રીફ રેલ્સ પણ આપવામાં આવ્યા છે.



મારુતિ XL6ની કેબિન બ્લેક કલમાં છે. તેમાં 3 લાઈનમાં 6 સીટ મળશે, જેમાં બીજી લાઈનમાં આર્મરેસ્ટની સાથે બે અલગ અલગ કેપ્ટન સીટ્સ છે. ઉપરાંત આ પ્રીમિયમ કારમાં નવા સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ, હાઈટ એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ અને રિયર વોશન-વાઈપર જેવા ફીચર્સ હશે. ટોપ વેરિયન્ટમાં રિવર્સ કેમેરા, લેધર સીટ્સ અને ક્રૂઝ કન્ટ્રોલની સુવિધા પણ મળશે.

મારુતિ XL6માં 1.5-લિટર સ્માર્ટ હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન હશે. તેની સાથે જ 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે. એન્જિન બીએસ6 નોર્મ્સ અનુસાર હશે. કહેવાય છે કે, મારુતિ તેમાં 1.5-લિટર વાળા ડીઝલ એન્જિનનો ઓપ્શન પણ આપી શકે છે.