ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ તથા યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ પંજાબ નેશનલ બેન્કની બ્રાન્ચના રૂપમાં કામ કરશે. જ્યારે સિંડિકેટ બેન્ક કેનરા બેન્કના રૂપમાં કામ કરશે. આંધ્ર બેન્ક તથા કોર્પોરેશન બેન્કની શાખાઓ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના રૂપમાં કામ કરશે. જ્યારે ઇલાહાબાદ બેન્કની શાખાઓ ઇન્ડિયન બેન્કની શાખાઓ તરીકે કામ કરશે.
બેન્ક એમ્પ્લોયી યુનિયન્સ તથા અસોસિયેશને આ વિલયને રદ કરવા મહેનત કરી હતી કારણ કે આ લોકડાઉનનો સમય છે. તેમણે કહ્યું કે, જન ધન યોજના એકાઉન્ટ હોલ્ડર્સને સરકારની ફાયદાનું વિતરણ એક વધારાનો પડકાર છે. રિઝર્વ બેન્કના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલ દ્ધારા જાહેર નોટિફિકેશન અનુસાર, ઇલાહાબાદ બેન્કના ખાતાધારકો અને જમાકર્તા એક એપ્રિલ 2020થી ઇન્ડિયન બેન્કના ગ્રાહક તરીકે માનવામાં આવશે, એ જ રીતે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કના ગ્રાહકો, ખાતાધારકો અને જમાકર્તા તમામ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક તરીકે માનવામાં આવશે.