ભારતીય સ્ટેટ બેન્કે હોમ લોન ધારકને  રાહત આપતા.  બેન્કે હોમ લોનના દરમાં 30 બેઝિક પોઇન્ટ એટલે 0,3 ટકાનો ઘટાડો કર્યો છે. બેન્કે પ્રોસેસિંગ ફીને પણ સંપૂર્ણ રીતે માફ કરવાની જાહેરાત કરી છે. આ વ્યાજ દર દેશના આઠ મોટા શહેરમાં હોમલોન પર લાગૂ પડશે અને તે પાંચ કરોડ રૂપિયા સુધીની લોન માટે મળશે.


કેટલો હશે વ્યાજ દર ?

બેન્ક દ્રારા કરવામાં આવેલી  જાહેરાત મુજબ હોમ લોન પર નવા વ્યાજ દર સિબિલ સ્કોર સાથે જોડાયેલી છે અને 30 લાખ રૂપિયાની લોન માટે વ્યાજ દર 6.80 ટકાથી શરૂ થશે, જ્યારે 30 લાખથી વધુની લોન માટે વ્યાજ દર 6.95 ટકાથી શરૂ થશે.

લોન લેનાર મહિલાને મળશે વઘુ છૂટ

લોનધારક જો મહિલા હશે તો વ્યાજ દરમાં 0.05 ટકાની મુક્તિ મળશે, ઘરના ઘરનું સપનુ જોનાર લોકોને રાહત આપવા માટે બેન્કે વ્યાજ દરમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત એસબીઆઇએ હોમ લોન પર 30 બીપીએસ (0.30 ટકા)ની છૂટ અને પ્રોસેસિંગ ફીમાં 100 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે.

માર્ચ 2021 સુધી મળશે છૂટ

બેન્ક નિર્દેશક સીએસ સેટ્ટીના જણાવ્યા મુજબ એસબીઆઇએ હોમ લોન પર આપેલી આ રાહત માર્ચ 2021 સુધી લાગૂ થશે.

લોન માટે યોનો એપ પર અપ્લાય કરી શકાશે

પાંચ કરોડ સુધીની હોમ લોન લેનારને બેન્કે 0.30 ટકા સુધીના વ્યાજ દરમાં રાહત આપી છે.  હોમ લોનલેવા ઇચ્છતી વ્યક્તિએ યોનો એપ પર ઘરે બેઠા જ અપ્લાય કરી શકશે.