નડેલાને નાણાકીય વર્ષ 2018-19 મળેલી સેલેરી નાણાકીય વર્ષ 2017-18 તુલનામાં 66 ટકાથી વધુ છે. જોકે, આ આંકડા નાણાકીય વર્ષ 2013-14માં મળેલી 8.34 કરોડ ડોલરની સેલેરી કરતા ઓછા છે. જ્યારે તેમણે સ્ટીવ બાલમર પાસેથી કંપનીની જવાબદારી લીધી હતી.
મીડિયા અહેવાલ અનુસાર, નડેલાનો પગાર 23 લાખ ડ઼ોલર છે. તેમની આવકમાં મોટાભાગનો હિસ્સો શેરનો રહ્યો છે. તેમને શેર પર 2.96 કરોડ ડોલરની કમાણી થઇ છે જ્યારે 1.07 કરોડ ડોલર શેર સિવાય પ્રોત્સાહન યોજનાથી પ્રાપ્ત થયા છે. બાકી રકમ 1,11,000 ડોલરની કમાણી અન્યથી થઇ છે.
હૈદરાબાદમાં જન્મેલા નડેલાની કમાણી નાણાકીય વર્ષ 2017-18માં 2.58 કરોડ ડોલર રહી હતી. નડેલા 2014માં માઇક્રોસોફ્ટના સીઇઓ બન્યા હતા. તેમના કાર્યકાળમાં માઇક્રોસોફ્ટ ક્લાઉડ કંમ્પ્યૂટિંગમાં એક મોટી તાકાત બનીને બહાર આવ્યું છે.