તમને જણાવી દઇએ કે નાણામંત્રાલયે બેન્કોના ખુલવાના સમયને વ્યવસ્થીત કરવા કડક સુચના આપી છે. નાણા મંત્રાલયની બેઠકમાં જણાવાયુ કે બેન્કનું કામ કાજ ગ્રાહકોની સગવળતા પ્રમાણે ચાલવુ જોઇએ,અને આ માટે જ બેન્કોના ખુલવાના ફેરફારને પણ મંજુરી આપવામાં આવી છે.
પહેલા એજ વિસ્તારની બેન્કો અલગ-અલગ સમયે ખુલતી,પરંતુ હવે તેમ નહીં થાય, નાણા મંત્રાલય તરફથી બેન્કિંગ સમયમાં બદલાવ માટે ત્રણ વિકલ્યો આપવામાં આવ્યા છે. પહેલા વિકલ્પમાં સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યાનો સમય રહેશે, બીજા વિકલ્પમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યાનો સમય રહેશે. અને ત્રીજા વિકલ્પમાં સવારે 11 વાગ્યા થી સાંજે 5 વાગ્યાનો સમય પહેશે.