Salary Hike: કેન્દ્રની મોદી સરકાર (Modi government) નવા વર્ષે પોતાના કર્મચારીઓને ખુશખબરી આપવી શકે છે. મોદી સરકાર હવે કર્મચારીઓને વધુ એક ભથ્થુ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) વધારી શકે છે. સરકાર તરફથી નવા વર્ષમાં ક્યારેય પણ આને ગમે ત્યારે આને વધારવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સનુ માનીએ તો આ વધારો આગામી વર્ષે 2022ની જાન્યુઆરીથી લાગુ થઇ શકે છે. દિવાળી પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance – DA) વધારો કરીને 31 ટકા કરી દીધો હતો. આ પછી હવે આ નવી ગિફ્ટ મળવા જઇ રહી છે.
પ્રસ્તાવ પર ઝડપથી એક્શન-
કેન્દ્ર સરકારના વિભાગોમાં HRA વધારવા પર ચર્ચા પુરજોશમાં થઇ રહી છે. નાણાં મંત્રાલયે આ સંબંધમાં 11.56 લાખથી વધુ કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)ને લાગુ કરવાની માંગ પર વિચાર કરવાનુ શરૂ કરી દીધુ છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડની પાસે મોકલવામાં આવ્યુ છે.
પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ જાન્યુઆરી 2021થી કર્મચારીઓને HRA મળી જશે. HRA મળતાં જ આ કર્મચારીઓના પગારમાં જોરદાર વધારો થશે. ઇન્ડિયન રેલવે ટેક્નિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલવેમેન (NFIR)એ 1લી જાન્યુઆરી 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.
દરેક શહેરમાં અલગ હોય છે HRA-
હાઉસ રેટ એલાઉન્સ (HRA)ની કેટેગરી X, Y અને Z ક્લાસ શહેરોના હિસાબે છે. એટલે જે કર્મચારીઓ X કેટેગરીમાં આવે છે તેને હવે 5400 રૂપિયા મહિનાથી વધુ HRA મળશે. આ પછી Y Class વાળાને 3600 રૂપિયા મહિના અને પછી Z Class વાળાને 1800 રૂપિયા મહિના HRA મળશે. X કેટેગરીમાં 50 લાખથી વધુ વસ્તી વાળા શહેરો આવે છે. આ શહેરોમાં જે કેન્દ્રીય કર્મચારીઓ છે તેમને 27 ટકા HRA મળશે. Y કેટેગરીના શહેરોમાં 18 ટકા હશે, અને Z કેટેગરીમાં 9 ટકા હશે.