Paytm IPO: દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવનારી પેટીએમના શેરનું એલોટમેન્ટ થઈ ચુક્યું છે. જોકે હજુ સુધી તેનું લિસ્ટિંગ થયું નથી. આવતીકાલે અથવા 19 નવેમ્બરે તેનું લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે. પેટીએમ આઈપીઓની વાત કરીએ તો તેની કિંમત 18,300 કરોડ રૂપિયા હતી. આઈપીઓને રોકાણકારોનો ખાસ પ્રતિસાદ સાંપડ્યો નહોતો અને 1.89 ગણો જ ભરાયો હતો.


ગ્રે માર્કેટમાં શું છે પ્રીમિયમ


પેટીએમ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં મોટા ઘટાડાના કારણે રોકાણકારોને લિસ્ટિંગ ગેઇન મળશે કે નહીં તેની ચિંતા છે. તમામની નજર લિસ્ટિંગ પર ટકેલી છે. ગ્રે માર્કેટ પ્રીમિયર (GMP) શેરનું લિસ્ટિંગ કેવું થઈ શકે તેનો ઈશોર કરે છે. તેમાં જોવા મળતી સુસ્તીના કારણે રોકાણકારોમાં અસમંજસ છે. જીએમપી ઉપરાંત નોન ઈન્સ્ટીટ્યૂશન ઈન્વેસ્ટર્સ (એનઆઈઆઈ)ની ઓછી ખરીદારી પણ રોકાણકારો માટે ચિંતાનો વિષય બની રહી છે.


શું ચાલી રહી છે પેટીએમની જીએમપી


પેટીએમ આઈપીઓ આવ્યો ત્યારે તેની જીએમપી 150 રૂપિયા નજીક હતી પરંતુ હવે તે ઘટીને 30 રૂપિયા આસપાસ આવી ગઈ છે. ગઈકાલે તે ઝીરો પર હતી. જેને જોતાં માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે રોકાણકારોને વધારે લિસ્ટિંગ ગેઇન નહીં મળે.


માર્કેટ એક્સપર્ટનો મિશ્ર પ્રતિભાવ


પેટીએમના આઈપીઓને લઈ બજારના જાણકારોનો મિશ્ર પ્રતિભાવ છે. કેટલાક એકસપર્ટ શેર વધારે પ્રીમિયર પર લિસ્ટ નહીં થાય તેમ કહી રહ્યા છે. કારણકે કંપનીને લઈ કેટલીક ચિંતાઓ છે, જે તેના માર્કેટ વેલ્યુએશનને ઘટાડી શકે છે.


તમને પેટીએમનો શેર લાગ્યો કે નહીં આ રીતે ચક કરો


તમને પેટીએમનો શેર લાગ્યો છે કે નહીં તે BSE વેબસાઇટ પર જઈને ચેક કરી શકાય છે. ઈન્વેસ્ટર્સ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જાવ અને ઈક્વિટી સિલેક્ટ કરો. તમે ડ્રોપ ડાઉન મેન્યુમાં જે આઈપીઓ શેરનું અલોટમેન્ટ જોવા માંગતા હો તેને સિલેક્ટ કરો. એપ્લીકેશન નંબર અને પાન ભર્યા બાદ  I am not a Robot વાળું પોપઅપ જોવા મળશે. તેના પર ક્લિક કરો. આઈપીઓના સર્ચ ટેબ પર ક્લિક કરીને સ્ટેટસ ડિટેલ્સ જોઈ શકાય છે. જેના પરથી તમને આઈપીઓ લાગ્યો છે કે નહીં તે જાણી શકાશે.


ડિસ્ક્લેમરઃ અહીંયા જાણકારીના હેતુથી માત્ર માહિતી આપવામાં આવી છે. માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણ કરતાં પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો. એબીપી ન્યૂઝ કોઈપણ પ્રકારના રૂપિયા ક્યાંય લગાવવાની સલાહ આપતું નથી.