કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી દેશમાં લેબર કોડના નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. આ કાયદો લાગુ થયા બાદ કર્મચારીઓનો ટેક ઓમ સેલેરી અને પીએફ સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. ફેરફારથી કર્મચારીઓની ટેમ હોમ સેલેરી ઘટશે, જ્યારે પીએફમાં વધારે રૂપિયા જમા થશે.


કેન્દ્ર સરકાર ચાર શ્રમ કાયદાને ટૂંકમાં જ લાગુ કરવા માગે છે. પહેલા 1 જુલાઈથી લેબર કોડના નિયમો લાગુ કરવાની યોજના હતી. પરંતુ રાજ્ય સરકારો તૈયાર નથી. આ ચાર કાયદા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય બન્નેએ આ કાયદાને નોટિફાઈ કરવાનો રહેશે ત્યારે જ સંબંધિત રાજ્યમાં આ કાયદો અસ્તિત્વમાં આવશે. શ્રમ કાયદા લાગુ થયા બાદ પગાર સ્ટ્રક્ચરમાં અનેક ફેરફાર થવાના છે.


નવા કાયદાથી કર્મચારીઓનો મૂળ પગાર (બેસિક) અને પીએફની ગણતરીમાં ફેરફાર થશે. શ્રમ મંત્રાલય ઔદ્યોગિક સંબંધ, પગાર, સામાજિક સુરક્ષા, વ્યવસાયિક અને સ્વાસ્થ્ય સુરક્ષા, તથા કાર્યસ્થિતિને લઈને નવા નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે. ચાર કાયદા 4 જોગવાઈ અંતર્ગત 44 કેન્દ્રીય શ્રમ કાયદાને સુસંગત કરવામાં આવશે.


ફેરફાર બાદ કર્મચારીઓનો બેસિક પગાર 15000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થઈ શકે છે. લેબર યૂનિયનની માગ રીહ છે કે કર્મચારીઓનો બેસિક પગાર 15000 રૂપિયાથી વધારીને 21000 રૂપિયા કરવામાં આવશે. જો આમ થાય તો તમારો પગાર વધી જશે.


નવા લેબર કોડ અંતર્ગત ભથ્થાને 50 ટકા સુધી મર્યાદિત રાકામાં આવશે. તેનો મતલબ છે કે કર્મચારીઓના કુલ પગારમાં 50 ટકા મૂળ પગાર હશે. પીએની ગણતરી મૂળ પગારના ટકાવારી પર થાય છે. તેમા મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા સામેલ હોય છે.


હાલમાં નોકરી આપનાર પગારને અનેક ભથ્થામાં વહેંચી દે છે. તેનો મૂળ વગાર ઓછો રહે છે, જેથી પીએફ અને ટેક્સમાં ફાળો ઓછો રહે છે. નવા લેડર કોડથી પીએફની રકમ કુલ પગારના 50 ટકાના પ્રમાણે નક્કી કરવામાં આવશે.


નવા ફેરફાર બાદ બેસિક પગાર 50 ટકા અથવા તેનાથી વધારે હોઈ શકે છે. જ્યારે પીએફ બેસિક પગારના આધારે ગણતરી કરવામાં આવે છે, તો તેમાં હવે કંપની અને કર્મચારીઓનો ફાળો વધી જશે. ગ્રેચ્યુએટી અ પીએફમાં જમા રકમ વધવાથી નિવૃત્તિ બાદ મળનારી રકમ પણ વધારે આવશે.


પીએફમાં કર્મચારીઓનો ફાળો વધવાથી કંપનીઓ પર નાણાંકીય ભાર વધશે. તેની સાથે જ બેસિક પગાર વધવાથી ગ્રેચ્યુએટીની રકમ પણ હવે પહેલા કરતાં વધારે હશે. આ પહેલાની તુલનામાં દોઢ ગણી વધી જશે. આ તમામ ફેરફારને કારણે ખાનગી કંપનીઓની બેલેન્સ શીટમાં પણ તેની અસર જોવા મળશે.