Ministry of Road Transport & Highways: કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોના જોખમને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ન હોવો એ હવે સજાપાત્ર ગુનો બની ગયો છે. કારનો વીમો લેવામાં બેદરકારી દાખવવા બદલ હવે તમે જેલ પણ જઈ શકો છો.


થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો છે.


માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, માન્ય મોટર થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો છે. મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 146 મુજબ, ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનોએ થર્ડ પાર્ટી જોખમોને આવરી લેવા માટે ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હવે કાનૂની જરૂરિયાત છે. તેની મદદથી અકસ્માતો અને નુકસાનના કિસ્સામાં પીડિતોને સહાય પૂરી પાડી શકાય છે.


દંડની સાથે જેલ પણ થઈ શકે છે


માહિતી અનુસાર, હવે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવવા અથવા ચલાવવાની મંજૂરી આપવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા લોકોને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડની સાથે જેલ પણ ભોગવવી પડી શકે છે. નવા નિયમો અનુસાર, પહેલીવાર ગુનામાં 3 મહિના સુધીની જેલ અને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો બીજી વખત દોષી સાબિત થાય તો 3 મહિના સુધીની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે.


શક્ય તેટલી વહેલી તકે તમારી પોલિસી રિન્યૂ કરો


આવી સ્થિતિમાંજો તમારી કારનો વીમો સમાપ્ત થઈ ગયો છે અથવા સમાપ્ત થવા જઈ રહ્યો છે, તો તરત જ પોલિસી રિન્યૂ કરો. નહી તો આ ભૂલ ઘણી મોંઘી સાબિત થઈ શકે છે. આ નિયમોનો અમલ કરવાની જવાબદારી સક્ષમ અધિકારીઓ પર મૂકવામાં આવી છે.