નવી દિલ્હીઃ ટેલીકોમ ઇન્ડ્સ્ટ્રીઝમાં તહેલકો મચાવ્યા બાદ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓનલાઈન ટૂ ઓફલાઈન નવી ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે એમેઝોન અને વોલમાર્ટની ફ્લિપકાર્ટ માટે મુસીબત ઉભી કરી શકે છે. અહેવાલ અનુસાર રિલાયન્સ સુપર એપ પર કામ કરી રહી છે, જે એક જ પ્લેટફોર્મ પર 100થી વધારે સુવિધા આવશે.




ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રુપ (IIG)ના હેડ પ્રભુ રામે જણાવ્યું કે, જિયો ડિવાઇસીઝની દરેક સ્થળે ઉપસ્થિતિથી રિલાયન્સ પાવરફુલ પોઝિશનમાં છે. પોતાના યૂઝર્સના એક વ્યાપક ઇકોસિસ્ટમને એક મલ્ટી-લેયર્ડ ફેબ્રિકથી કનેક્ટ કરે છે અને એક વન સ્ટોપ એપ દ્વારા અનેક સર્વિસ ઓફર કરવાની સાથે ઓનલાઇન-ટૂ-ઓફલાઇન કનેક્ટ હોઈ શકે છે. તેઓએ કહ્યું કે, ભારત એક મોબાઇલ-ફર્સ્ટ નેશન છે અને તમામ સગવડો ઉપલબ્ધ કરનારી એક સેલ્ફ-કન્ટેન્ડ ગ્રાહકોને ખૂબ પસંદ પડશે.

રામે આગળ કહ્યું કે જ્યાં પેટીએમ, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને અન્ય કંપનીઓ પોતાને ભારતના વીચેટ (WeChat) બનવામાં નિષ્ફળ રહ્યા, બીજી તરફ જિયો કોન્વર્સેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેયર, એક વર્નાકુલર વોઇસ ટેક લેયર, એક લોજિસ્ટિક્સ લેયર અને AI આધારિત એજ્યુકેશન લેયર એવું કરવામાં સફળ થઈ શકે છે.