નવી દિલ્હીઃ ટાટાના વર્તમાન મેનેજમેન્ટને નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યૂનલ (NCLAT)એ ઝટકો આપ્યો છે. NCLATએ ટાટા સન્સના ચેરમેન પદે સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને તેમને આ  પદ પર ફરીથી આપવાનો આદેશ આપ્યો છે. એનસીએલટીએ એન.ચંદ્રશેખરનને કાર્યકારી ચેરમેન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો. જોકે, ટાટા જૂથ પાસે આ નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાની તક છે.


આ સાયરસ મિસ્ત્રી માટે એક મોટી જીત છે. તે ત્રણ વર્ષ બાદ ફરીથી ટાટા સન્સના ચેરમેન બનશે. નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યૂનલે બુધવારે પોતાના આદેશમાં તેમને ફરીથી ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન બનાવવા કહ્યુ હતું. NCLATએ એન.ચંદ્રશેખરનને એક્ઝીક્યૂટિવ ચેરમેન બનાવવાના નિર્ણયને પણ અયોગ્ય ગણાવ્યો હતો.