નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ વેચાનારી Honda Activaનું ન્યૂ જનરેશન સ્કૂટર કેવું હશે, તેની જાણકારી લૉન્ચ થાય તે પહેલા સામે આવી ગઈ છે. Honda Activa 5Gનું નેક્સ્ટ જનરેશન મૉડલ Activa 6G જાન્યુઆરીમાં 15 તારીખે લોન્ચ થવાનું છે. તે પહેલા જ તેના ફિચર્સ અંગેની માહિતી લીક થઈ ગઈ છે.


Activa 6Gમાં BS6 એન્જીન હશે. આ મોડલમાં 109.51ccનું એન્જીન હશે. કંપની નવા Activa 6Gમાં કાર્બ્યૂરેટરની જગ્યાએ ફ્યૂલ ઈંજેક્શન ટેક્નોલોજી આપી શકે છે. જો કે લીક થયેલી જાણકારીમાં તેનો ઉલ્લેખ નથી. Activa 5Gની પાવર 7.96hp છે, જ્યારે Activa 6Gમાં 7.79hp પાવર મળશે.


Activa 6Gમાં એલઈડી અને ડિજિટલ સ્પીડોમીટર રહેશે. કેટલાક રિપોર્ટ અનુસાર નવી એક્ટિવામાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને કૉલ એલર્ટ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે.

ફીચર્સની વાત કરીએ તો Activa 6Gમાં સાઈલેન્ટ સ્ટાર્ટ સિસ્ટમ મળી શકે છે. ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરી શકે છે.એન્ટ્રી લેવલ વેરિએન્ટમાં કૉમ્બિ બ્રેકિંગ સિસ્ટમ જોવા મળી શકે છે. સાથે ઑટો સ્ટાર્ટ - સ્ટૉપ ફીચર નહીં મળવાની સંભવના છે કારણે કે આ બીએસ6 એક્ટિવા 125 કરતા સસ્તુ મૉડેલ છે.

Honda Activa 6Gની કિંમત એક્ટિવા 5G કરતા 5-7 હજાર રૂપિયા મોંઘી હોઈ શકે છે. દિલ્હીમાં એક્ટિવા 5જીની એક્સ શો રૂમ કિંમત 56 હજાર રૂપિયાથી શરુ થાય છે. Activa 6G 110ccનું સ્કૂટર હશે.