વિજય માલ્યાના વકીલોએ કહ્યું હતું કે, માત્ર ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ જ નક્કી કરી શકે છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટે આ ફેંસલા પર 18 જાન્યુઆરી સુધી સ્ટે લગાવી દીધો છે, ત્યાં સુધીમાં માલ્યા આ આદેશ સામે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.
શરાબ કારોબારી વિજય માલ્યા પર બ્રિટનમાં ભારતની બેંકોના 9000 કરોડ રૂપિયાની લોન નહીં ચુકવવાનો મામલો ચાલી રહ્યો છે. આ ઉપરાંત મની લોન્ડરિંગ અને કાવતરાનો પણ આરોપ છે. ભારતીય બેંકો સાથે છેતરપિંડી કર્યા બાદ વિજય માલ્યા માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો.
વિજય માલ્યાને પરત લાવવા કેન્દ્ર સરકાર અને ભારતીય તપાસ એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. ડિસેમ્બર 2018માં લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે માલ્યાને ભારત મોકલવાનો ફેંસલો સંભળાવ્યો હતો. જે બાદ માલ્યાએ પ્રત્યર્પણ સામે રૉયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અપીલ દાખલ કરી હતી. જ્યાં માલ્યાની અપીલ મંજૂર કરી લેવામાં આવી હતી. હાલ તે લંડનમાં છે અને જામીન પર બહાર ફરી રહ્યો છે.
બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા
કોહલી-અનુષ્કાએ આ રીતે સેલિબ્રેટ કર્યુ નવું વર્ષ, જુઓ તસવીરો