નવી દિલ્હીઃ રેલવે મુસાફરોને 1 એપ્રિલથી એક નવી સુવિધા મળવાની છે. ભારતીય રેલવે હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ (PNR) જાહેર કરશે. એટલે કે હવે રેલ યાત્રી એક યાત્રા દરમિયાન ચાલુ ટ્રેન પછી બીજી ટ્રેનમાં મુસાફરી કરવાના હશે તો તેમને સંયુક્ત પીએનઆર મળશે. નવો નિયમ લાગુ થવાથી મુસાફરી દરમિયાન જો પેસેન્જરની પગેલી ટ્રેન વિલંબથી ચાલતી હોય અને તેના કારણે આગામી ટ્રેન છૂટી જાય તો એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર યાત્રા રદ કરી શકશે.
હાલ એક યાત્રા માટે 2 ટ્રેન બુક કરવામાં આવે તો મુસાફરોના નામ પર 2 પીએનઆર નંબર જનરેટ થાય છે. આ પીએનઆર નંબર યુનીક કોડ હોય છે, જેનાથી ટ્રેન અને યાત્રીની જાણકારી મળે છે. પરંતુ નવો નિયમ લાગુ થયા બાદ 2 પીએનઆરને લિંક કરવામાં આવશે અને સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ જાહેર થશે. નવા નિયમથી પહેલાની તુલનામાં રિફંડ મળવાનું વધારે સરળ થશે.
નવા નિયમ અંતર્ગત સંયુક્ત પીએનઆર નંબરવાળી ટિકિટ કેન્સલ થવા પર મળનારા રિફંડ માટે કેટલીક શરતો પણ છે. જેમકે બંને ટિકિટમાં પેસેન્જર્સની ડિટેલ એક સરખી હોવી જોઈએ. જે સ્ટેશન પર પ્રથમ ટ્રેન પહોંચવાની હોય અને બીજી ટ્રેન પણ તે સ્ટેશનથી જ પકડવાની જોઈએ. આ નિયમ તમામ ક્લાસની ટિકિટો પર લાગુ થશે.
વર્લ્ડ કપમાં કોહલી રનનો ધોધ વહાવશે તો ભારતને ચેમ્પિયન બનતાં કોઈ નહીં રોકી શકે, જાણો વિગત
ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ CM બીસી ખંડૂરીનો પુત્ર કોંગ્રેસમાં થયો સામેલ, જાણો વિગત