November 1 rule change: ઓક્ટોબર મહિનાના અંત સાથે જ, 1 નવેમ્બર, 2025 થી ભારતમાં ઘણા નાણાકીય અને સેવા સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાં LPG સિલિન્ડર ના ભાવમાં સંભવિત વધઘટ, SBI ક્રેડિટ કાર્ડ ના ચાર્જિસમાં વધારો, મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટેના કડક નિયમો, બેંકમાં નોમિનેશનના નિયમોમાં રાહત અને સ્પામ કોલ્સ/મેસેજ સામે ટેલિકોમ કંપનીઓની કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ ફેરફારોની વિગતવાર માહિતી દરેક નાગરિકને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
નવા મહિનાની શરૂઆત: સામાન્ય જનતા પર અસર કરતા મુખ્ય ફેરફારો
નવેમ્બર મહિનાની શરૂઆત દેશમાં કેટલાક મહત્વપૂર્ણ નાણાકીય અને સેવા નિયમોના અમલ સાથે થશે. આ ફેરફારો ખાસ કરીને ઘર વપરાશના ખર્ચ, બેન્કિંગ વ્યવહારો અને ક્રેડિટ કાર્ડના ઉપયોગને અસર કરશે. ચાલો જોઈએ કે 1 નવેમ્બર થી કયા મોટા ફેરફારો અમલમાં આવવાના છે:
- ગેસ સિલિન્ડરના ભાવમાં સંભવિત ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે LPG, CNG અને PNG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે, 14 કિલોગ્રામ ના ઘરેલુ LPG સિલિન્ડર ની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે, જે સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. જોકે, કોમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે, જે હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોના ખર્ચ પર અસર કરી શકે છે.
- SBI ક્રેડિટ કાર્ડના નિયમો અને ચાર્જિસ
SBI ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરતા ગ્રાહકો માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે:
- અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ્સ પરનો ચાર્જ વધીને 3.75% રહેશે.
- ક્રેડિટ કાર્ડ્સ, ચેક્સ અને Mobikwik જેવી થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતી શિક્ષણ ચુકવણીઓ પર હવે વ્યવહાર રકમના 1% ફી વસૂલવામાં આવશે. જોકે, SBI એ સ્પષ્ટતા કરી છે કે આ ફી તેની સત્તાવાર વેબસાઇટ અથવા ઓન-સાઇટ POS મશીનો દ્વારા શાળાઓ, કોલેજો અથવા યુનિવર્સિટીઓને સીધી કરવામાં આવતી ચુકવણીઓ પર લાગુ થશે નહીં.
- ₹1,000 થી વધુના દરેક વોલેટ લોડ ટ્રાન્ઝેક્શન પર 1% ફી વસૂલવામાં આવશે.
- ચેક ચુકવણી ફી તરીકે SBI કાર્ડ ₹200 વસૂલ કરશે.
- મ્યુચ્યુઅલ ફંડ્સ માટે SEBIના કડક નિયમો
સેબી (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ્સ માં પારદર્શિતા અને નિયમન જાળવવા માટે કડક નિયમો લાગુ કર્યા છે. હવેથી, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) એ તેમના નોમિની અથવા સંબંધીઓ દ્વારા કરવામાં આવેલા ₹15 લાખ થી વધુના વ્યવહારોની જાણ તેમના પાલન અધિકારી (Compliance Officer) ને ફરજિયાતપણે કરવાની રહેશે.
- સ્પામ કોલ્સ અને મેસેજ સામે કડક કાર્યવાહી
1 નવેમ્બર થી, ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને સ્પામ કોલ્સ અને મેસેજીસ થી છુટકારો અપાવવા માટે કડક કાર્યવાહી શરૂ કરશે. તમામ ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ સ્પામ નંબરો ને વપરાશકર્તાઓ સુધી સંદેશાઓ પહોંચે તે પહેલાં જ બ્લોક કરવાનું શરૂ કરી દે. આનાથી ગ્રાહકોને અનિચ્છનીય કોમર્શિયલ કોલ્સ અને મેસેજીસથી રાહત મળશે.
- બેંક રજાઓ અને નોમિનેશનના નિયમો
બેંકોની કામગીરીને અસર કરતા બે મહત્વના ફેરફાર થશે. પહેલું, નવેમ્બર 2025 મહિના માટે બેંક રજાઓની સૂચિ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે નવેમ્બરમાં કુલ 13 રજાઓ રહેશે. બીજું, ડિપોઝિટ એકાઉન્ટ્સ માટેના નોમિનેશનના નિયમોમાં ફેરફાર થયો છે. હવે ગ્રાહકો તેમના ડિપોઝિટ એકાઉન્ટ માટે ચાર લોકો ને નોમિનેટ કરી શકે છે અને કુલ હિસ્સો 100% થાય તે રીતે તેમના અધિકારોને વિભાજિત કરી શકે છે.