New  Labour Codes Update: સરકાર એક જુલાઈથી સમગ્ર દેશમાં નવો લેબર કોડ લાગુ કરવા માંગતી હતી. પરંતુ કેટલીક રાજ્ય સરકારના કારણે મામલો ફસાયો હોવાનો જાણીતી હિન્દી વેબસાઇટે રિપોર્ટ પબ્લિશ કર્યો છે. 23 રાજ્ય નવા લેબર કોડના પ્રી પબ્લિશ ડ્રાફ્ટને અપનાવી ચુક્યા છે. પરંતુ બાકીના રાજ્યોએ હજુ સુધી અપનાવ્યો નથી. કેન્દ્ર સરકાર તમામ રાજ્યો એક સાથે લેબર કોડ લાગુ કરે તેમ ઈચ્છે છે. સરકારે નોકરિયાત લોકો માટે ચાર મોટા બદલાવ લાવવા આ કોડ બનાવ્યા છે.


ચાર નવા કોડ


નવા લેબર કોડની અસર નોકરીયાત લોકોને વીકલી હોલિડેથી લઈ ઈન હેન્ડ સેલરી સુધીમાં જોવા મળશે. નવા લેબર કોડ સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રિયલ રિલેશંસ અને ઓક્યૂપેશનલ સેફ્ટી સાથે જોડાયેલા છે. New Wage Codeના અમલ પછી પગાર, ઓફિસના સમયથી લઈને પીએફ, નિવૃત્તિ સુધીના નિયમોમાં ફેરફાર થશે. નવો કાયદો શ્રમ ક્ષેત્રમાં કામ કરવાની બદલાતી રીતો અને લઘુત્તમ વેતનની જરૂરિયાતને સમાવવા માટે છે.


કામનાં કલાકો


New Wage Codeમાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે. તે અઠવાડિયાના આધારે 4-3 ના ગુણોત્તરમાં વહેંચાયેલું છે. એટલે કે, 4 દિવસ ઓફિસ, 3 દિવસ સપ્તાહની રજા. દર 5 કલાક પછી કર્મચારીને 30 મિનિટનો બ્રેક આપવાનો પ્રસ્તાવ છે.


30 મિનિટથી વધુ કામ કરવા માટે ઓવરટાઇમ


New Wage Codeમાં ઓવરટાઇમમાં 30 મિનિટની ગણતરી કરીને 15 થી 30 મિનિટના વધારાના કામનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. હાલમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી.


સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર


New Wage Code એક્ટર અનુસાર, કર્મચારીનો બેઝિક પગાર કંપનીના ખર્ચ (CTC)ના 50 ટકાથી ઓછો ન હોઈ શકે. New Wage Code લાગુ થયા બાદ કર્મચારીઓની ટેક હોમ સેલેરી ઘટી જશે.


નિવૃત્તિ પર વધુ રકમ મળશે


પીએફમાં વધારો થવાથી ગ્રેચ્યુટી (Monthly Gratuity)માં યોગદાન વધશે. એટલે કે ટેક હોમ સેલેરીમાં ઘટાડાનો ફાયદો પીએફ અને રિટાયરમેન્ટ પર મળશે. પગાર અને બોનસ સંબંધિત નિયમો બદલાશે.


48 કલાકમાં ફૂલ એન્ડ ફાઈનલ


ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ અંગે પણ નવા વેજ કોડમાં જોગવાઈ કરવામાં આવી છે. કંપનીમાંથી નોકરી છોડવા, સસ્પેન્ડ, છટણીના સંજોગોમાં બે દિવસની અંદર કર્મચારીઓને તેમને ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ કરી દેવાશે.